T20 એશિયા કપ 2025

પાકિસ્તાન સામે શાનદાર જીત છતાં આ મામલે ભારતીય ટીમને ભારે નુકશાન વેઠવું પડ્યું…

દુબઈ: એશિયા કપ 2025 માં ગઈ કાલે બે કટ્ટર હરીફ ટીમો ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં ભારતે ફરી એક વાર પાકિસ્તાનને ધૂળ ચટાડી (India beat Pak in Asia Cup).

ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું, આ જીત સાથે એશિયા કપના સુપર-4 માં ભારતીય ટીમનું સ્થાન લગભગ નક્કી થઈ ગયું છે. પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો ગ્રુપ-Aમાં ભારતીય ટીમ હાલ ટોચ પર છે, પરંતુ ગઈ કાલની જીત છતાં ટીમ ઇન્ડિયાને નેટ રન રેટ(NRR)માં મોટું નુકશાન પહોંચ્યું છે.

એશિયા કપ 2025ના ગ્રુપ A માં ભારત, પાકિસ્તાન, ઓમાન અને UAE ની ટીમોનો સમાવેશ થાય છે. પાકિસ્તાન પહેલા ભારતીય ટીમે UAEને સામે 9 વિકેટે શાનદાર જીત મેળવી હતી, અને 2 પોઈન્ટ મેળવ્યા હતાં, ત્યાર બાદ પાકિસ્તાનને 7 વિકેટે હરાવીને ભરતીય ટીમે વધુ 2 પોઈન્ટ્સ મેળવ્યા હતાં. હાલ 4 પોઈન્ટ્સ સાથે ભારતીય ટીમ ગ્રુપ-Aમાં ટોચ પર છે.

નેટ રન રેટમાં મોટું નુકશાન:
ભારતીય ટીમ ગ્રુપ-Aના પોઈન્ટ ટેબલમાં ટોચ પર તો છે, પરંતુ પાકિસ્તાન સામેની મેચ બાદ ટીમની નેટ રન રેટ (NRR) માં ઘટાડો થયો છે. UAE સામેની મેચમાં ભારતે 4.3 ઓવરમાં જ જીત મેળવી લીધી હતી.

જેને કારણે ટીમની NRR 10.483 પર પહોંચી હતી, પરંતુ પાકિસ્તાનને આપેલો 128 રનનો ટાર્ગેટ ચેઝ કરવા ભારતીય બેટરો એ 15.5 ઓવર રમી હતી, જેને કારણે ટીમ ઈન્ડિયાનો નેટ રન રેટ હવે ઘટીને 4.793 થઈ ગયો છે.

ભારત સામે હાર બાદ પાકિસ્તાન ગ્રુપ A ના પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે, તેની પાસે 2 પોઈન્ટ છે અને NRR 1.649 છે.

ગ્રુપ Bના પોઈન્ટ ટેબલ પર નજર કરીએ તો, અફઘાનિસ્તાન 2 પોઈન્ટ અને 4.70ની NRR સાથે પહેલા ક્રમે છે. શ્રીલંકાએ 2 પોઈન્ટ અને 2.595ની NRR સાથે બીજા સ્થાને છે.

આ પણ વાંચો…ભારતીય ખેલાડીઓએ હાથ ન મિલાવતા પાકિસ્તાને નોંધાવી ફરિયાદ; જાણો શું છે વિવાદ…

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button