પાકિસ્તાની બોલરો સાથે બોલચાલ મામલે અભિષેક શર્માએ મેચ બાદ આપ્યો સડ્સડતો જવાબ

દુબઈ: એશિયા કપ 2025ના સુપર-4 સ્ટેજમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું. અગાઉ ગ્રુપ સ્ટેજની મેચમાં થયેલા હેન્ડ શેક વિવાદ બાદ ગઈ કાલે રમાયેલી મેચમાં બંને ટીમના ખેલાડીઓ વચ્ચે બોલાચાલી થઇ (IND vs PAK Asia Cup 2025) હતી.
પાકિસ્તાનના ફાસ્ટ બોલર હારિસ રૌફ અને શાહીન આફ્રિદીએ ભારતના ઓપનર અભિષેક શર્મા(Abhishek Sharma)ને ઉશ્કેરવાનો પ્રયત્ન કર્યો હતો, મેદાન પર ઉગ્ર બોલચાલ પણ થઇ હતી. આ ઉશ્કેરણીનો જવાબ અભિષેકે બેટ વડે આપ્યો હતો, તેણે 39 બોલમાં 74ની રનની ઇનિંગ રમીને પાકિસ્તાન ટીમની કમર તોડી નાખી.
અભિષેક શર્મા અને પાકિસ્તાની બોલરો વચ્ચે શું બોલચાલ થઇ એ અંગે ઘણી ચર્ચા થઇ રહી છે. મેચ બાદ પ્રેઝન્ટેશન દરમિયાન અભિષેક શર્મા પાકિસ્તાની ખેલાડીઓના વર્તન વિષે નારાજગી વ્યક્ત કરી. અભિષેકે કહ્યું કે પાકિસ્તાની ખેલાડીઓ તેને બિનજરૂરી રીતે ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા હતા, અને તેણે બેટથી તેમને જવાબ આપ્યો.
The way Shubman Gill and Abhishek Sharma rattled Haris Rauf
— Rohan (@rohann__45) September 22, 2025
J0ker haris was behaving like cl0wn and they gave him full belt treatment .#INDvsPAK
pic.twitter.com/dW4INRcM1f
પ્રેઝન્ટેશન દરમિયાન અભિષેક શર્મા એ કહ્યું, “આજે જે થયું એ સ્પષ્ટ હતું, તેઓ કોઈ કારણ વગર અમને ઉશ્કેરવનો પ્રયાસ કરી રહ્યા હતાં, આ વાત મને બિલકુલ પંસંદ ન પડી. એટલે મેં બેટિંગ વડે તેમને જવાબ આપ્યો.”
મેચ બાદ X પર એક પોસ્ટ કરીને પાકિસ્તાની ખેલાડીઓને વધુ એક ફટકાર લગાવતા અભિષેકે લખ્યું કે “તમે બોલતા રહો છો અમે જીતીએ છીએ.”
અભિષેકે ગિલ સાથે પાર્ટનરશીપ અંગે વાત કરતા કહ્યુ, “અમે શાળાના દિવસોથી સાથે રમી રહ્યા છીએ, અમને એકબીજા સાથે રમવું ખુબ પસંદ છે, અમે વિચારતા હતાં કે અમે ભારત માટે યોગદાન આપીશું અને આજે એ દિવસ હતો. તે જે રીતે મને સાથ આપી રહ્યો હતો, મને રમવાની ખુબ મજા પડી.”
સમગ્ર ટીમના વખાણ કરતા અભિષેકે કહ્યું, “ટીમ મને હંમેશા ટેકો આપતી રહે છે એટલે હું આ રીતે બેટિંગ કરી શકું. હું ખૂબ જ સખત પ્રેક્ટિસ કરી રહ્યો છું અને જો એ મારો દિવસ હશે, તો હું મારી ટીમને જીત અપાવીશ.”
શુભમન ગિલે પણ આપ્યો જવાબ:
શુભમન ગિલની પણ પાકિસ્તાનના બોલરો સાથે બોલચાલ થઇ હતી. શુભમન ગીલે પણ X પર એક પોસ્ટ કરીને પાકિસ્તાનને જવાબ આપ્યો છે. શુભમને 28 બોલમાં 47 રનની ઇનિંગ રમી હતી. મેચ બાદ તેણે કેટલાક ફોટોઝ પોસ્ટ કરતા લખ્યું, “રમત બોલે છે, શબ્દો નહીં.”
સુપર-4 સ્ટેજ બાદ ભારત અને પાકિસ્તાન ફરી એક વાર એશિયા કપ ફાઈનલમાં આમને સામને હોય એવી શક્યતા છે, આ મેચ વધુ હાઈ વોલ્ટેજ રહે તેવી શક્યતા છે.
આ પણ વાંચો…‘આગ અને બરફની જોડી….’ પાકિસ્તાનને ફરી ધૂળ ચટાડ્યા બાદ કેપ્ટન સૂર્યએ શું કહ્યું?