હાર્યા પછી પાકિસ્તાનના કોચે શું આપ્યું હતું નિવેદન, કઈ રીતે બચાવ કર્યો?

દુબઈઃ ભારત અને પાકિસ્તાનની વચ્ચે રમાયેલી મેચમાં ભારતે શાનદાર જીત્યા પછી ભારતમાં અનેક રાજકારણીઓની સાથે ક્રિકેટર્સે પ્રતિક્રિયા આપી હતી, જ્યારે પાકિસ્તાનના કોચે પણ બચાવ કરતા ચોંકાવનારું નિવેદન આપ્યું હતું.
પાકિસ્તાનના મુખ્ય કોચ માઈક હેસને કહ્યું હતું કે એશિયા કપ મેચમાં ભારત સામેની નબળી શરૂઆત અને ભારતીય બોલરોએ મિડલ ઓર્ડર્સમાં કરેલી સારી બોલિંગના કારણે ઓછા રન રેટના કારણે તેમની ટીમની મોટી હારનું મુખ્ય કારણ હતું. પહેલા બેટિંગ કરતા પાકિસ્તાને આઠ બોલમાં બે વિકેટ ગુમાવી દીધી હતી. પાકિસ્તાની ટીમ નવ વિકેટ ગુમાવીને 127 રન કરી શકી હતી જે ભારતે 16 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.
હેસને કહ્યું હતું કે, “બેટિંગમાં અમારી શરૂઆત ખૂબ જ ખરાબ હતી. અમે જે રીતે બેટિંગ કરવી જોઈએ તે રીતે બેટિંગ કરી શક્યા નહીં. આનાથી મિડલ ઓર્ડર્સમાં બેટ્સમેન પર ઘણું દબાણ વધ્યું હતું.” તેમણે કહ્યું હતું કે, “આપણે જેટલી મોટી મેચ રમીશું, તેટલો જ આપણો આત્મવિશ્વાસ વધશે. આવનારા દિવસોમાં આપણે મજબૂત રીતે પાછા આવીશું.”
ધીમી વિકેટ પર ટોસ જીત્યા પછી બેટિંગ કરવાના નિર્ણયનો બચાવ કરતા તેમણે કહ્યું હતું કે, “નજીકના ભૂતકાળમાં નહીં પરંતુ લાંબા ગાળે તે યોગ્ય નિર્ણય હતો. છેલ્લા છ મેચોમાં લક્ષ્યનો પીછો કરતી ટીમને જીત મળી છે. હેસને કહ્યું હતું કે “હવે પહેલા જેવું ઝાકળ નહોતું, તેથી તે કોઈ મુદ્દો નથી. આ પીચો ધીમી છે અને અમારે તેના પર સારો સ્કોર કરવો જોઈતો હતો પરંતુ અમે કરી શક્યા નહીં.