એશિયા કપ ફાઈનલમાં પણ ભારત-પાકની હાઈવોલ્ટેજ ટક્કર? જાણો શું છે સમીકરણો | મુંબઈ સમાચાર
T20 એશિયા કપ 2025

એશિયા કપ ફાઈનલમાં પણ ભારત-પાકની હાઈવોલ્ટેજ ટક્કર? જાણો શું છે સમીકરણો

દુબઈ: ક્રિકટ ચાહકો ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચની આતુરતાથી રાહ જોતા હોય છે, માત્ર મલ્ટી-લેટરલ ઈવેન્ટ્સમાં જ આ ટીમો એક બીજા સામે રમતી જોવા મળે છે. વર્ષોમાં એક કે બે ભારત-પાક મેચ જોવા મળતી હોય છે, પરંતુ આ મહિને યોજાઈ રહેલા એશિયા કપ 2025માં બે ભારત પાક મેચ રમાઈ ચુકી છે, હવે ત્રીજી ભારત-પાક મેચ પણ યોજાઈ શકે છે.

એશિયા કપના ગ્રુપ સ્ટેજ અને સુપર-4 સ્ટેજ બંનેમાં ભારતીય ટીમે પાકિસ્તાની ટીમને હરાવી. સુપર 4 સ્ટેજની પહેલી મેચમાં હાર છતાં પાકિસ્તાની ટીમ ફાઇનલમાં પહોંચી શકે છે. પાકિસ્તાની ટીમને સુપર 4 સ્ટેજની બાકીની બે મેચ જીતવી પડશે.
એશિયા કપમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો, 4-4ના બે ગ્રુપ્સમાં વહેંચવામાં આવી હતી. આ બંને ગ્રુપની ટોચની બે ટીમો સુપર 4માં પહોંચી છે. આ સ્ટેજમાં પહોંચનારી ચાર ટીમો ત્રણ-ત્રણ મેચ રમશે. પોઈન્ટ ટેબલમાં ટોચની બે ટીમો ફાઇનલમાં પહોંચશે.

આ પણ વાંચો: આજથી એશિયા કપમાં સુપર-ફોર રાઉન્ડ: બાંગ્લાદેશ સામે શ્રીલંકા ફેવરિટ

ભારતીય ટીમ 24 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ સામે અને 26 સપ્ટેમ્બરે શ્રીલંકા સામે મેચ રમશે. જો ભારતીય ટીમ આ બંને મેચ જીતી જાય, તો ફાઇનલમાં તેનું સ્થાન નક્કી થઇ જશે. જો ભારતીય ટીમ ફક્ત એક જ મેચ જીતી શકે, તો પણ ફાઇનલમાં પહોંચી શકે છે, જોકે, નેટ રન રેટ (NRR) પર આધાર રાખવો પડશે. બીજી તરફ પાકિસ્તાન આ સ્ટેજમાં બાકીની બે મેચ જીતી જશે તો તેની પાસે ચાર પોઈન્ટ હશે, રન રેટને આધારે પાકિસ્તાન ફાઈનલમાં પ્રવેશી શકે છે.

જો પાકિસ્તાન શ્રીલંકા કે બાંગ્લાદેશ સામેની મેચ હારી જાય, તો તે ટુર્નામેન્ટમાંથી બહાર થઇ જશે. શ્રીલંકા અને બાંગ્લાદેશ પણ ફાઇનલની રેસમાં છે. શ્રીલંકાએ ગ્રુપ Bમાં તેની ત્રણેય મેચ જીતી હતી, પરંતુ સુપર ફોરની પહેલી મેચમાં બાંગ્લાદેશ સામે હાર મળી. સુપર 4માં બાંગ્લાદેશ પહેલાથી જ એક જીતી ચુકી છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button