IND VS PAK: મેચ જીત્યા પછી હાર્દિક પંડ્યાએ કોને હેન્ડશેક કર્યું, જુઓ વીડિયો

દુબઈઃ ભારત અને પાકિસ્તાન વચ્ચે રવિવારે રમાયેલી સુપરરાઉન્ડની મેચમાં પાકિસ્તાનને ભારતે પટકી નાખ્યું હતું, જે મેચ રસપ્રદ રહેવાની સાથે ધીમે ધીમે વિવાદમાં પડી રહી છે. પાકિસ્તાન સામે ભારત જીત્યા પચી ચાહકો મેચની જીતની ઉજવણી મનાવવા માટે લોકો સૌથી વધુ ખુશ હતા કે ભારતીય ખેલાડી પાકિસ્તાનના ખેલાડીઓ સાથે હાથ મિલાવશે કે નહીં.
પહલગામ હુમલા પછી ભારતમાં ઈન્ડિયા અને પાકિસ્તાનની મેચ બોયકોટ કરવાની માગણી કરવામાં આવી હતી. સરકારના આ નિર્ણય પછી ટીમ ઈન્ડિયા પાકિસ્તાન સાથે રમવાને મુદ્દે નારાજગી વ્યક્ત કરવાની સાથે વિરોધ પ્રદર્શનો પણ કર્યાં હતા. 14 સપ્ટેમ્બરની મેચ જીત્યા પછી ટીમ ઈન્ડિના કેપ્ટન સૂર્યકુમાર યાદવે શેકહેન્ડ નહીં કરવાને કારણે વિવાદ થયો હતો. જોકે, ગઈકાલની મેચમાં છેલ્લે મેચ જીત્યા પછી ગ્રાઉન્ડમાં હાર્દિક પંડ્યાએ હાથ મિલાવ્યો હતો, પરંતુ પાકિસ્તાનના ક્રિકેટર સાથે નહીં, પરંતુ અમ્પાયર સાથે.
After owning Pakistani jokers Tilak Varma walked straight towards the dressing room, but Hardik Pandya shook hands with the match official in front of the Pakistani players and said like We don’t shake hands with jokers.#INDvsPAK
— (@rushiii_12) September 22, 2025
Hardik Pandya showing aukat to jokers of Pak pic.twitter.com/zTcMPThRSR
યસ, 19મી ઓવરના પાંચમા બોલમાં તિલક વર્માએ ચોગ્ગો ફટકારીને મેચને જીતાડી હતી અને એ જ વખતે બંનેએ સીધા પેવેલિયન તરફ કૂચ કરી હતી. જોકે, એ જ વખતે હાર્દિક પંડ્યાએ પાકિસ્તાનની ખેલાડીઓની સામે અમ્પાયર સાથે હાથ મિલાવ્યા હતા, પરંતુ પાકિસ્તાનના ક્રિકેટર સાથે શેકહેન્ડ કર્યું નહોતું, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો.
આ પણ વાંચો: એશિયા કપમાં અર્શદીપનો ધમાકો: T20માં 100મી વિકેટ પૂરી કરી બન્યો સૌથી ઝડપી ફાસ્ટ બોલર
ગ્રુપ સ્ટેજમાં જ્યારે ભારત સાથે પાકિસ્તાન ટકરાયું ત્યારે ભારતીય ખેલાડીઓએ પણ મેચ અધિકારીઓ સાથે પણ હાથ મિલાવ્યા નહોતા, પણ ગઈકાલની મેચમાં એમ કર્યું નહોતું. એક વીડિયો ગૌતમ ગંભીરનો પણ વાયરલ થયો હતો, જેમાં ગંભીર અમ્પાયર્સ સાથે હાથ મિલાવવાનું પણ કહે છે. આ મેચમાં અન્ય બીજો એક વિવાદ એ પણ છે કે ફખર જમાનને ખોટો આઉટ આપ્યો હોવાથી ભારત જીત્યું હતું.
આ પણ વાંચો: એશિયા કપ ફાઈનલમાં પણ ભારત-પાકની હાઈવોલ્ટેજ ટક્કર? જાણો શું છે સમીકરણો
મેચની વાત કરીએ તો ટોસ હાર્યા પછી પહેલા બેટિંગમાં આવેલી પાકિસ્તાનની ટીમ શરુઆત મજબૂત કરી હતી. ફખર જમાન અને સાહિબજાદા (58)એ પહેલી વિકેટની ભાગીદારીમાં 15 બોલમાં 21 રન કર્યા હતા, પરંતુ એમની જોડીને હાર્દિક પંડ્યાએ તોડી હતી. એના પછી એક-એક વિકેટ ઝડપવાને કારણે પાંચ વિકેટે 170 રનમાં સમેટાઈ ગઈ હતી, જ્યારે ચાર વિકેટે ભારતે જવાબમાં 18.5 ઓવરમાં સ્કોર અચીવ કર્યો હતો.