અંતે ICCએ PCBની જીદ માનવી પડી! એશિયા કપ અંગે લીધો મોટો નિર્ણય

દુબઈ: એશિયા કપ 2025માં ગત રવિવારે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ દરમિયાન શરુ થયેલા હેન્ડ શેક વિવાદમાં એક પછી એક ઉતાર ચઢાવ (Handshake Row IND vs PAK) આવી રહ્યા છે. અહેવાલ મુજબ એશિયા કપમાં પાકિસ્તાનની તમામ મેચમાંથી મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ(Andy Pycroft)ને હટાવવામાં આવ્યા છે. આજે પાકિસ્તાન અને યુએઈ વચ્ચે મેચ રમાવવાની છે, અહેવાલ મુજબા આ મેચમાં પાયક્રોફ્ટને બદલે રિચી રિચાર્ડસન મેચ રેફરી તરીકેની જવાબદારી સંભાળશે.
નોંધનીય છે કે ભારત અને પાકિસ્તાનની મેચના ટોસ દરમિયાન ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને પાકિસ્તાની ટીમના કેપ્ટન સલમાન આગાએ હાથ મિલાવ્યા ન હતાં. મેચ બાદ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કરી દીધો હતો. એવા અહેવાલો વહેતા થયા હતાં કે મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટને સલમાન આગાને સુર્યકુમાર સાથે હાથ ન મિલાવવાનું સુચન કર્યું હતુંમ જેનાથી પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB) નારાજ થયું હતું અને એન્ડી પાયક્રોફ્ટ પર પક્ષપાતના આરોપ લગાવ્યા.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB)એ એન્ડી પાયક્રોફ્ટ એશિયા કપમાંથી હટાવવા ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા(ICC) સમક્ષ માંગ કરી હતી. ગઈ કાલે અહેવાલ હતાં કે ICCએ PCBની માંગ નકારી કાઢી હતી. ICCના નિર્ણય પર ICCના જનરલ મેનેજર વસીમ ખાને જ સહી કરી હતી, વસીમ ખાન અગાઉ PCBના CEOની જવાબદારી સાંભળી ચુક્યા છે, જેને કારણે આ વિવાદ વધુ જટિલ બન્યો હતો.
ICCએ PCBની જીત માનવી પડી:
અહેવાલ મુજબ PCBના અધિકારીઓએ ICC સાથે બંધ બારણે લાંબી વાટાઘાટો કરી હતી. PCB ના સૂત્રોને ટાંકીને એક અહેવાલમાં જણાવવામાં આવ્યો કે બંને પક્ષો “વચ્ચેનો માર્ગ” સ્વીકારવા તૈયાર થયા હતાં. અહેવાલ મુજબ એશિયા કપમાં પાકિસ્તાનની મેચમાં એન્ડી પાયક્રોફ્ટને મેચ રેફરી નહીં હોય, તેને બદલે બદલે રિચી રિચાર્ડસન આ જવાબદારી સંભળાશે.
જોકે અંગે એશીયલ ક્રિકેટ કાઉન્સિલ(ACC), ICC કે PCB દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. અહેવાલ મુજબ PCBએ એશિયા કપમાંથી ખસી જવાની ધમકી આપી હતી. પાકિસ્તાને આજે બુધવારે UAE સામેની મેચ પહેલાની પ્રેસ કોન્ફરન્સ પણ રદ કરી દીધી હતી. અહેવાલ મુજબ એન્ડી પાયક્રોફ્ટને હટાવવાની માંગ ICC અને ACCએ સ્વીકારી છે
એન્ડી પાયક્રોફ્ટે ICCના અનુભવી અમ્પાયર છે, તેમણે 100 થી વધુ ટેસ્ટમાં અમ્પાયરિંગ/મેચ રેફરીની જવાબદારી નિભાવી છે.
આ તારીખે જોવા મળી શકે છે વધુ એક IND vs PAK મેચ:
એશિયા કપ 2025ના ગ્રુપ સ્ટેજમાં પોતાની પહેલી બે મેચ જીતીને ભારતે સુપર ફોર સ્ટેજમાં પ્રવેશ કર્યો છે. જ્યારે પાકિસ્તાન આજે બુધવારે યુએઈ સામે નિર્ણાયક મેચ રમશે, જો આજના મેચમાં પાકિસ્તાનની જીત થશે તો આવતા રવિવારે 21 સપ્ટેમ્બરના રોજ ભારત-પાકિસ્તાન મેચ જોવા મળી શકે છે.
આપણ વાંચો: બાંગ્લાદેશ ભારે રસાકસીમાં જીત્યું, અફઘાનિસ્તાનને હજી મોકો