ભારતની એશિયા કપ જીત પર બોલીવુડ અને સાઉથના સ્ટાર્સ ગદગદઃ અમિતાભ, વિજય દેવરકોંડાએ શું કહ્યું?

મુંબઈઃ દુબઈમાં રમાયેલી રોમાંચક T20 ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવીને નવમો એશિયા કપ ટાઇટલ જીત્યો. ભારતીય ક્રિકેટ ટીમની જીતથી સમગ્ર દેશ ખુશ થયો હતો. બોલીવુડથી લઈને દક્ષિણ ભારતીય સિનેમા સુધીના સ્ટાર્સ પાકિસ્તાન પર ભારતની જીતની ઉજવણી કરી રહ્યા છે. આ સ્ટાર્સે એક્સ પર પોસ્ટ કરીને ભારતીય ટીમની ખુબ પ્રશંસા કરી અને તેમની જીત પર અભિનંદન આપ્યા છે.
અમિતાભ બચ્ચને ભારતની જીત પર પોસ્ટ કરી

અમિતાભ બચ્ચને ભૂતપૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શોએબ અખ્તર દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર કટાક્ષ કર્યો. બિગ બીએ પોતાની પોસ્ટમાં લખ્યું, “જીતી ગયો !! .. સારું રમ્યો ‘અભિષેક બચ્ચન’ .. અહીં જીભ લથડી, અને ત્યાં, બેટિંગ, બોલિંગ કે ફિલ્ડિંગ વિના, તેણે દુશ્મનોને માત આપી. જય હિંદ! જય ભારત! જય મા દુર્ગા!!!!”
વિજય દેવરકોંડાએ તો જીતની ઉજવણી કરી

વિજય દેવરકોંડાએ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર ટીવી પર મેચ જોતી પોતાની એક ક્લિપ શેર કરી અને તિલક વર્માની પ્રશંસા કરતા લખ્યું, “ભારત. અમારા છોકરાએ કમાલ કરી.”
પ્રીતિ ઝિન્ટાએ જીત બદલ અભિનંદન આપ્યા

પ્રીતિ ઝિન્ટાએ લખ્યું, “વાહ!!! શું રમ્યા! એશિયા કપ જીતવા બદલ ટીમ ઈન્ડિયાને અભિનંદન! આ રોમાંચક જીત માટે તિલક, શિવમ અને કુલદીપનો આભાર! “
રિતેશ દેશમુખે ઈન્ડિયાને અભિનંદન આપ્યા

ભારતને તેમની જીત પર અભિનંદન આપતા રિતેશ દેશમુખે પોતાની પોસ્ટમાં લખ્યું, “માથા પર તિલક!!! જય હિંદ.”
ટીમ ઈન્ડિયાની જીત પર મામૂટી ખુશખુશાલ
મોલીવૂડના મેગાસ્ટાર મામૂટીએ પણ ટીમ ઈન્ડિયાની જીત પર ખુશી વ્યક્ત કરી. તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ટીમ ઈન્ડિયાએ માત્ર એશિયા કપ જીત્યો જ નથી, પણ તેને કબજે કર્યો છે. એક પણ હાર વિના ચેમ્પિયન. એકદમ અદ્ભુત!
વિવેક ઓબેરોયે પણ લડાયક ભાવનાની પ્રશંસા કરી.
અભિનેતા વિવેક ઓબેરોયે ટીમની લડાયક ભાવનાની પ્રશંસા કરતા લખ્યું, “જે પણ સામે હશે, ભારત તેમને કપાળ પર તિલક લગાવીને ઘરે મોકલી દેશે. આવી મેચો આપણને યાદ અપાવે છે કે ભારત શા માટે મજબૂત છે. કુલદીપનો ખૂબ ખૂબ આભાર, જેણે મેચને ફેરવી નાખી અને તિલકના 50 રન! ખરેખર અદ્ભુત. એશિયા ચેમ્પિયન હોવાનો ગર્વ છે!”