IND vs PAK : આ બે બોલરોને ટીમમાં સ્થાન નહીં મળે, ભારતની સંભવિત પ્લેઇંગ-11

દુબઈ: એશિયા કપના ગ્રુપ સ્ટેજમાં કટ્ટર હરીફ ભારત અને પાકિસ્તાનની મેચ વિવાદોથી ઘેરાયેલી રહી, હવે ટુર્નામેન્ટના સુપર 4 સ્ટેજમાં આજે બંને ટીમો વચ્ચે ફરી મેચ રમાશે. આ મેચમાં પણ ભારતીય ટીમ પાકિસ્તાનને ધૂળ ચટાડવા માટે તૈયારી કરી રહી છે. દુબઈની પીચને ધ્યાનમાં રાખીને હેડ કોચ ગૌતમ ગંભીર અને કેપ્ટન સૂર્ય કુમાર યાદવ પ્લેઇંગ-11ની પસંદગી કરશે.
અહેવાલ મુજબ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમની પીચો સ્પિનરને મદદરૂપ રહે છે. ભારતના સ્પિનર કુલદીપ યાદવ, અક્ષર પટેલ અને વરુણ ચક્રવર્તીને ટીમમાં સ્થાન મળે એ લગભગ નક્કી જ છે. પાકિસ્તાનના બેટર્સ સ્પિન બોલ સારી રીતે રમી શકતા નથી, જેને કારણે ભારતની આ ત્રિપુટી ખુબ અસરકારક સાબિત થઇ શકે છે.
આ બોલરોને સ્થાન નહીં મળે:
ઓમાન સામેની મેચમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને આરામ આપવામાં આવ્યો હતો, પાકિસ્તાન સામે બુમરાહ ભારતીય ટીમમાં ફરત ફરશે. હર્ષિત રાણા અને અર્શદીપ સિંહ પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન નહીં મળે, ઓમાન સામેની મેચમાં આ બંનેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું.
અક્ષર પટેલ ફીટ નહીં થાય તો…
ઓમાન સામેની મેચમાં કેચ પકડવાનો પ્રયાસ કરતા અક્ષર પટેલના માથામાં ઈજા થઇ હતી, જેને કારણે ચિંતા ઉભી થઇ હતી. ફિલ્ડિંગ કોચ ટી. દિલીપે જણાવ્યું હતું કે અક્ષર ઠીક છે, ચિંતાનો કોઈ વિષય નથી. આજે અક્ષર રમતો જોવા મળી શકે છે, કદાચ અક્ષર ફિટ ન થાય, તો વોશિંગ્ટન સુંદર અથવા રિયાન પરાગને સ્થાન મળી શકે છે.
સંજુ સેમસને ફરી ટોમ ઓર્ડરમાં સ્થાન નહીં મળે!
ઓમાન સામેની મેચમાં ત્રીજા નંબરે આવેલા સંજુ સેમસને ફિફ્ટી ફટકારી હતી, પરંતુ પાકિસ્તાન સામે તેને પાકિસ્તાન ત્રીજા નંબર પર બેટિંગ કરવાની તક મળે શક્યતા ઓછી છે. કેપ્ટન સૂર્યકુમાર ત્રીજા સ્થાન પર બેટિંગ કરવા ઉતરે તેવી શક્યતા છે. ત્યાર બાદ તિલક વર્મા અને શિવમ દુબે બેટિંગ કરવા આવી શકે છે.
ફાસ્ટ બોલિંગમાં બુમરાહને ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યા સાથ આપશે, જ્યારે અક્ષર પટેલ, કુલદીપ યાદવ અને વરુણ ચક્રવર્તી ટીમમાં ત્રણ સ્પિન ડીપાર્ટમેન્ટ સંભાળશે.
ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવન:
અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી.
આ પણ વાંચો…IND vs PAK: હાથના મિલાવવા અંગે મેચ રેફરીને ACC તરફથી સુચના મળી હતી! અહેવાલમાં દાવો…