‘મેચ હાર્યા પણ યુદ્ધ જીત્યા.’ પાકિસ્તાની ક્રિકેટર હારિસ રૌફની પત્નીની પોસ્ટ વાયરલ

દુબઈ: એશિયા કપ 2025 ના સુપર 4 સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને છ વિકેટથી પછાડ્યું, આ ટુર્નામેન્ટમાં ભારત સામે પાકિસ્તાનની આ બીજી હાર હતી. છતાં પાકિસ્તાનના ખેલાડીઓ હરકતો નથી છોડી રહ્યા. બીજી મેચમાં હારીસ રૌફે ભરતીય દર્શકો સામે કરેલો 6-0નો ઈશારો ચર્ચાનો વિષય રહ્યો છે. હારીસની પત્નીએ સોશિયલ મીડિયા પર હારીસની આ હરકતના વખાણ કર્યા છે. સોશિયલ મીડિયા પર આ અંગે ચર્ચા થઇ રહી છે.
મેચ દરમિયાન બાઉન્ડ્રી પાસે ઉભેલા હારીસ રૌફે ભરતીય દર્શકો સામે આંગળીઓ વડે 6-0નો ઈશારો કરીને વિમાન તોડી પાડવાનો પણ ઈશારો કર્યો. જુલાઈ મહિનામાં સશસ્ત્ર સંગ્રામમાં 6 ભારતીય ફાઈટર તોડી પાડવાના પાકિસ્તાની સેનાના દાવાને દર્શાવતા તેને આ ઈશારા કર્યા હતાં. ક્રિકેટ ચાહકો હારીસની આ હરકતની ટકા કરી રહ્યા છે.
હારીસ રૌફની પત્ની મુઝના મસૂદે, તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલની સ્ટોરી પર હારીસનો ફોટો શેર કર્યો છે. મુઝના મસૂદે સાથે કેપ્શન લખ્યું, “મેચ હાર્યા, યુદ્ધ જીત્યા.”
મુઝના મસૂદેની સ્ટોરીની સ્ક્રિનશોટ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. લોકો આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે.
મેચ દરમિયાન પાકિસ્તાના ઓપનીંગ બેટર સાહિબજાદા ફરહાએ કરેલું સીલીબ્રેશન પણ વિવાદમાં છે. તેણે ફિફ્ટી ફટકાર્યા બાદ બેટથી AK-47 ચલાવતો હોય એવી એક્શન કરી હતી. ક્રિકેટ ચાહકો અને ક્રિકેટ નિષ્ણાતોએ આ બંને ખેલાડીઓની ટીકા કરી રહ્યા છે. લોકોએ તેને પાકિસ્તાની ટીમની માનસિકતા પર સવાલ ઉઠાવી રહ્યા છે.
આ પણ વાંચો…પાકિસ્તાન સામે વિસ્ફોટક ઇનિંગ બાદ રવિચંદ્રન અશ્વિન અને કેવિન પીટરસને કર્યા વખાણ, જાણો શું કહ્યું?