એશિયા કપ 2025: આજે ભારત vs યુએઈની ટક્કર, જાણો પીચ રીપોર્ટ અને હેડ ટૂ હેડ રેકોર્ડ

દુબઈ: T20 એશિયા કપ 2025 ની શરૂઆત થઇ ગઈ છે, ગઈ કાલે રમાયેલી પહેલી મેચમાં અફઘાનિસ્તાને હોંગકોંગને 94 રને હરાવ્યું. આજે ટુર્નામેન્ટની બીજી મેચ યજમાન ભારત અને યુનાઇટેડ અરબ અમીરાત(UAE) વચ્ચે દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. આ મેચમાં ભારતનો પક્ષ દેખીતી રીતે જ ભારે દેખાઈ રહ્યો છે, ત્યારે UAEની ટીમ એક મોટો અપસેટ સર્જાવા માટે પુરતા પ્રયત્નો કરશે.
આજે કેવી રહેશે પીચ:
અહેવાલ મુજબ દુબઈ સ્ટેડિયમની પીચ પર ઘાસ જોવા મળી રહ્યું છે, જેને કારણે ભારતીય ટીમનું મેનેજમેન્ટ કેટલા સ્પિનરો અને કેટલા ફાસ્ટ બોલરો સાથે ઉતરવું એ અંગે વિચાર કરી રહ્યું છે. દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમની પીચને સમજાવી હંમેશા મુશ્કેલ રહી છે. કોઈ મેચમાં અહીં મોટા સ્કોર જોવા મળે છે તો ક્યારેક ઝડપી બોલરોને તો ક્યારેક સ્પિનરોને દદ મળે છે.
ભારતીય ટીમને અભ્યાસની તક ના મળી:
દુબઈ પહોંચેલી ભારતીય ટીમ આઈસીસી એકેડેમીમાં પ્રેક્ટિસ કરી રહી રહી છે, ટીમને દુબાઈના મેદાન પર પ્રેક્ટીસ કરવાની તક મળી નથી. મેચના એક દિવસ પહેલા જ પીચ જોવા મળી. બોલિંગ કોચ મોર્ને મોર્કેલે પીચ પર ઘાસનું પ્રમાણ વધુ હોવાનું નોંધ્યું છે.
ભારત-UAE હેડ ટૂ હેડ:
ભારત અને UAE વચ્ચે અત્યાર સુધી એક જ T20I મેચ રમાઈ છે. નવ વર્ષ પહેલા બાંગ્લાદેશમાં રમાયેલા એશિયા કપ 2016માં બંને ટીમમો આમને સામને આવી હતી. મીરપુરના મેદાન પર રમાયેલી મેચમાં ભારતે 9 વિકેટથી એક તરફી જીત મેળવી હતી.
આ મેચમાં UAEની ટીમે પહેલા બેટિંગ કરતા 9 ઓવરમાં 81 રન બનાવ્યા હતા, ભારતીય ટીમે 10.1 ઓવરમાં માત્ર એક વિકેટ ગુમાવી આ ટાર્ગેટ ચેઝ કર્યો હતો.
આ પણ વાંચો….પાકિસ્તાન ચેતી જાયઃ સૂર્યકુમાર કહે છે, ` અમે આક્રમક મૂડમાં રમીશું જ’