આજે સૂર્યકુમાર પાસે આ બે રેકોર્ડ તોડવાની તક; આ મામલે વિરાટ-રોહિતથી માત્ર આટલો દુર

દુબઈ: એશિયા કપ 2025માં ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે, ટુર્નામેન્ટમાં ભારતીય ટીમ અજેય રહી છે. સુપર-4 સ્ટેજમાં પાકિસ્તાન અને બાંગ્લાદેશને હરાવીને ભારતીય ટીમેં ફાઈનલમાં જગ્યા નક્કી કરી લીધી છે, ભારતીય ટીમ રવિવારે પાકિસ્તાન સામે ફાઈનલ મેચ રમશે. એ પહેલા આજે ભરતીય ટીમ શ્રીલંકા સામે સુપર-4 સ્ટેજની છેલ્લી મેચ રમશે. આ મેચના પરિણામનું વધુ મહત્વ નથી, પરંતુ કેપ્ટન સૂર્યકુમાર યાદવ માટે આ મેચ ખુબ મહત્વની છે, કેમ કે આ મેચમાં તેની પાસે ઈતિહાસ રચવાની તક છે.
આજે શ્રીલંકા સામેની મેચમાં જો સુર્યા બે છગ્ગા ફટકારશે તો T20I ક્રિકેટમાં તેના 150 છગ્ગા પૂરા થઇ જશે, આ સાથે જ તે T20Iમાં 150 છગ્ગા ફટકારનાર વિશ્વનો પાંચમો બેટર બની જશે. અત્યાર T20Iમાં રોહિત શર્મા, મોહમ્મદ વસીમ, માર્ટિન ગુપ્ટિલ અને જોસ બટલર જ 150 કે તેથી વધુ છગ્ગા ફટકારી શકયા છે.
T20I સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડીઓ:
- રોહિત શર્મા (ભારત) – 205
- મોહમ્મદ વસીમ (યુએઈ) – 183
- માર્ટિન ગુપ્ટિલ (ન્યુઝીલેન્ડ) – 173
- જોસ બટલર (ઇંગ્લેન્ડ) – 171
- નિકોલસ પૂરન (વેસ્ટ ઇન્ડીઝ) – 149
- સૂર્યકુમાર યાદવ (ભારત) – 148
સુર્યા આ સીમાચિહ્ન સુધી પણ પહોંચી શકે છે:
આ મેચમાં આઠ ચોગ્ગા ફટકારીને સૂર્યકુમાર યાદવ તેની T20I આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં 250 ચોગ્ગા પુરા કરી શકે, આ સીમાચિન્હ સુધી પહોંચનાર માત્ર ત્રીજો ભારતીય બેટર બનશે. T20I ક્રિકેટમાં ભારતીય ટીમ તરફથી વિરાટ કોહલી અને રોહિત શર્માએ 250 થી વધુ ચોગ્ગા ફટકાર્યા છે.
આગામી દિવસોમાં આ રેકોર્ડ સુધી પહોંચવાની તક:
સૂર્યકુમાર યાદવે 88 T20I મેચોની 83 ઇનિંગ્સમાં 2,657 રન બનાવ્યા છે. આગામી થોડા મહિનામાં તે 3,000 રન સુધી પહોંચી શકે છે. અત્યાર સુધી ભારત તરફથી માત્ર વિરાટ કોહલી (4188) અને રોહિત શર્મા (4231) ભારત માટે T20Iમાં 3,000 થી વધુ રન બનાવી ચૂક્યા છે.
આપણ વાંચો: એશિયા કપમાં ભારત માટે આજે અજમાયશનો દિવસ