જો આજે ભારત-પાકિસ્તાન મેચ રદ થાય તો શું થશે? વાંચો અહેવાલ...
T20 એશિયા કપ 2025

જો આજે ભારત-પાકિસ્તાન મેચ રદ થાય તો શું થશે? વાંચો અહેવાલ…

દુબઈ: એશિયા કપ 2025ના ગ્રુપ સ્ટેજ બાદ હવે સુપર 4 સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે, પહેલી મેચમાં થયેલા વિવાદ બાદ આજની મેચ વધુ રસપ્રદ રહેશે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારતીય સમય મુજબ રાત્રે 8:00 વાગ્યે મેચ શરુ થશે.

આ મેચમાં પણ પાકિસ્તાનને હરાવીને ભારતીય ટીમ ફાઈનલ માટે દાવેદારી મજબુત કરશે, ત્યારે એ પણ સવાલ થાય કે જો વરસાદને કારણે મેચ રદ થાય તો શું થશે?

સુપર 4 સ્ટેજ રાઉન્ડ-રોબિન ફોર્મેટમાં રમાઈ રહ્યો છે, આ સ્ટેજની તમામ ચાર ટીમો એકબીજા સામે એક-એક મેચ રમશે. જે ટીમ મેચ જીતશે તેને બે પોઈન્ટ મળશે. જો કોઈ કારણોસર મેચ રદ થાય તો બંને ટીમોને એક એક પોઈન્ટ મળશે.

વરસાદ પાડવાની શક્યતા કેટલી?
યુનાઈટેડ અરબ અમીરાતમાં સામાન્ય રીતે ખુબ જ ઓછો વરસાદ પડે છે. આગાહી મુજબ આજે 21 સપ્ટેમ્બરે દુબઈમાં આકાશ સ્વચ્છ રહેશે, હવામન ગરમ અને સુકું રહેશે.

સરેરાશ તાપમાન 32 ડિગ્રી સેલ્સિયસ રહેશે અને લગભગ 13 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હળવો પવન ફૂંકાઈ શકે છે. આજે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ દરમિયાન વરસાદ વિઘ્ન પાડે એવી શક્યતા નહીંવત છે.

દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમની પીચ સૂકી રહેવાની શક્યતા છે. શરૂઆતની ઓવરોમાં બેટિંગ કરવી સરળ નહીં હોય. મોટા શોટ રમતા પહેલા બેટર્સે થોડા બોલ સંયમ સાથે રમવા પડશે. બીજી ઇનિંગમાં રન બનાવવા વધુ સરળ રહેશે. આ પીચ પર 180-190 સારો સ્કોર માનવામાં આવે છે.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button