ગ્રુપ 4 સ્ટેજમાં ભારત સામે હારવા છતાં પાક ટીમ ફાઈનલમાં પ્રવેશી શકે છે! જાણો શું છે સમીકરણ

દુબઈ: હાલ યુનાઇટેડ અરબ અમીરાત(UAE)માં રમાઈ રહેલા એશિયા કપ 2025માં આઠ ક્રિકેટ ટીમો ભાગ લઇ રહી છે. પરંતુ આ ટુર્નામેન્ટમાં સૌથી વધુ ચર્ચા ભારત અને પાકિસ્તાનના મુકાબલા અંગે થઇ રહી છે. ગ્રુપ સ્ટેજમાં રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું, હવે ટુર્નામેન્ટના સુપર 4 સ્ટેજમાં ભારત પાકિસ્તાન આમને સામને હશે. આ ઉપરાંત 28 સપ્ટેમ્બરે રમાનારી ફાઈનલ મેચમાં પણ આ બંને ટીમો ટકરાઈ શકે છે.
એશિયા કપના સુપર 4 સ્ટેજમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે 21 સપ્ટેમ્બરના રોજ મેચ રમાવાની છે. આ મેચમાં કોઈ પણ ટીમ હારે તો પણ બંને ટીમ ફાઈનલમાં પહોંચી શકે છે. જોઈએ શું છે સમીકરણો….
આ ત્રણો ટીમો બહાર થઇ ગઈ:
એશિયા કપમાં આઠ ટીમો ભાગ લઇ રહી છે. ગ્રુપ A માં ભારત, પાકિસ્તાન, ઓમાન અને યુએઈને રાખવામાં આવી હતી, પરંતુ ઓમાન અને યુએઈની ટીમ બહાર થઇ ગઈ છે. ગ્રુપ Bમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને હોંગકોંગની ટીમને રાખવામાં આવી હતી, હોંગકોંગ સ્પર્ધામાંથી બહાર થઈ ગયું છે. ગ્રુપ Bમાંથી બે ટીમો સુપર 4માં પ્રવેશ કરશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ફાઈનલ રમાવાની પૂરી શક્યતા:
સુપર 4 સ્ટેજમાં પહોંચનારી તમામ ટીમ એક બીજા સામે રમશે. જો 21 તારીખે પાકિસ્તાની ટીમ ભારત સામે ફરી હારી જાય તો પણ સુપર 4 સ્ટેજની તેની અન્ય બે મેચ જીતીને ફાઈનલમાં પ્રવેશ કરી શકે છે. ભારત હારે તો પણ આ જ સમીકરણ લાગુ પડે છે. કોઈ ઉલટફેર થવા પર નેટ રન રેટ (NRR) મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
આપણ વાંચો: અમ્પાયરને બોલ વાગતા પૂર્વ પાકિસ્તાની ખેલાડીએ કરી અશોભનીય ટીપ્પણી! સોશિયલ મીડિયા પર ટીકા