IND vs PAK: હાથના મિલાવવા અંગે મેચ રેફરીને ACC તરફથી સુચના મળી હતી! અહેવાલમાં દાવો…

દુબઈ: T20 ફોર્મેટમાં રમાઈ રહેલા એશિયા કપ 2025માં રામાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ વિવાદોથી ભરેલી રહી. ભારતે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું, મેચ બાદ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓએ સાથે હાથ મિલાવવાનો ઇનકાર કરતા વિવાદ સર્જાયો છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ(PCB)એ એશિયન ક્રિકેટ કાઉન્સીલ(ACC) સમક્ષ ભારત વિરુદ્ધ સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. આ ઉપરાંત PCBએ મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટ(Andy Pycroft)ને હટાવવાની ICC સમક્ષ માંગ કરી છે, એવામાં એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે મેચ રેફરી ACC તરફથી મળેલા સૂચનોનું પાલન કરી રહ્યા હતાં.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આરોપ લગાવ્યો છે કે મેચ રેફરી એન્ડી પાયક્રોફ્ટે મેચ પહેલા પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાને જાણ કરી કે તેણે ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર સાથે હાથ મિલાવવાનું ટાળવું જોઈએ. મેચ રેફરીએ ખેલાડીને આવું સુચન આપતા PCB નારાજ થયું છે.
PCB એ એન્ડી પાયક્રોફ્ટને હટાવવા ICC સમક્ષ માંગ કરી છે. મેચ બાદ પણ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ મિલાવ્યા ન હતાં. જેને કારણે વિવાદ વધુ વકર્યો.

અહેવાલમાં ચોંકાવનારો દાવો:
એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે મેચ રેફરી પાયક્રોફ્ટ એશિયન ક્રિકેટ કાઉન્સીલ દ્વારા આપવામાં આવેલા નિર્દેશોનું પાલન કરી રહ્યા હતા. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો કે મેચ પહેલા ACC માંથી કોઈએ પાયક્રોફ્ટ સાથે વાત કરી હતી. ટોસ સમયે જે બન્યું એ તેમને મળેલા સૂચનો મુજબ બન્યું.
ACCના વડાએ તપાસ કરવી જોઈએ:
નોંધનીય છે કે ACCના વડા મોહસીન નકવીએ છે, તેઓ PCBના વડા પણ છે. ક્રિકેટ નિષ્ણાંતોના જણાવ્ય મુજબ ICCનો આ વિવાદની સાથે કોઈ સંબંધ નથી. મેચ અધિકારીઓની નિમણૂક બાદ ICCની જવાબદારી સમાપ્ત થઇ જાય છે. ICC પર આંગળી ચીંધીને વિવાદ વધારવાને બદલે મોહસીન નકવીએ એ તપાસ કરવી જોઈએ કે મેચ પહેલ રેફરી સાથે કોણે વાત કરી હતી અને શું વાત થઇ હતી.
ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાના ભારતના નિર્ણયને PCBએ રમતની ભાવનાની વિરુદ્ધ ગણાવ્યો હતો. જોકે, MCC ના કાયદામાં કોઈ નિયમ નથી કે ખેલાડીઓ માટે સામેની ટીમ સાથે હાથ મિલાવવો ફરજિયાત છે.
આ પણ વાંચો…ભારત-પાકિસ્તાન મેચથી PCBએ 1000 કરોડ કમાયાઃ સંજય રાઉતનો આરોપ