અબરારનું ‘વિકેટ સેલિબ્રેશન’ પાકિસ્તાન માટે બન્યો ‘અભિશાપ’! ભારતીય ખેલાડીઓએ આપ્યો જડબાતોડ જવાબ, જુઓ વીડિયો…

દુબઈઃ એશિયા કપ 2025ની ફાઈનલમાં પાકિસ્તાનને ભારતે કારમી હાર આપી હતી. પાકિસ્તાન ટીમના સ્પિનર અબરાર અહમદ પોતાની એક હરકતના કારણે ચર્ચામાં રહ્યો છે. જોકે, તે વિકેટ લીધા બાદ આવી રીતે અલગ અંદાજમાં સેલિબ્રેશન કરે છે, જેમાં ખાસ વાત એ છે કે, જ્યારે પણ અબરાર આંખો મટકાવતું સેલિબ્રેશન કર્યું છે.
ત્યારે ભારત સામે પાકિસ્તાન અચૂક હારે છે. આ વખતે પણ એવું જ થયું છે. એટલે અબરાર અત્યારે ચર્ચાનું કેન્દ્ર બન્યો છે, જેને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ એના જ અંદાજમાં જવાબ આપ્યો હતો.
વિગતે વાત કરવામાં આવે તો ફેબ્રુઆરીમાં ચેમ્પિયન ટ્રોફી 2025માં પણ તેણે ભારત સામેની મેચમાં આવી હરકત કરી હતી. તે વખતે અબરારે શુભમન ગિલને આઉટ કર્યા બાદ પેવેલિયન તરફ જવાનો ઈશારો કર્યો હતો, પરંતુ એ મેચમાં પણ ભારત વિકેટથી જીતી ગયું હતું.
ગત રાત્ર ફરી પણ તેણે આવી હરકત કરી અને ભારત જીતી ગયું હતું. જી, હા એશિયા કપમાં સાહિબજાદા ફરહાને કેચ કરીને સંજુ સેમસનને 24 રને આઉટ કર્યો ત્યારે પણ અબરારે આ રીતે જ સેલિબ્રેશન કર્યું હતું. તેનું આ સેલિબ્રેશન પોતાના ટીમ માટે શ્રાપ સમાન બની ગયું છે.
ભારતીય ટીમે પણ અબરાર અહમદને ખૂબ જ ટ્રોલ કર્યો
અબરાર અહમદે ભારત સામેની મેચમાં જ્યારે પણ આવી હરકત કરી છે, ત્યારે પાકિસ્તાન ભારત સામે હાર્યું જ છે. જો કે, અબરાર અહેમદે 14 સપ્ટેમ્બરના રોજ ગ્રુપ સ્ટેજમાં અને પછી 21 સપ્ટેમ્બરના રોજ સુપર-4 મેચમાં આમ કરવાનું ટાળ્યું હતું. પરંતુ આ વખતે પાકિસ્તાનને મેચ હાર્યું તે બાદ ભારતીય ટીમે અબરાર અહમદને ખૂબ જ ટ્રોલ કર્યો હતો. ખાસ કરીને અર્શદીપ સિંહ, હર્ષિત રાણા અને જિતેશ શર્માએ સાથે મળીને અબરાર અહમદની આ સ્ટાઈલ કોપી કરીને તેને ટ્રોલ કર્યો હતો.
ભારત નવમી વખત એશિયા કપમાં ચેમ્પિયન બન્યું
ભારતે ગઈ કાલે એશિયા કપમાં પાકિસ્તાનને પાંચ વિકેટથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતીય ટીમ નવમી વખત એશિયા કપમાં ચેમ્પિયન બની છે. આ ભારતીય ટીમનો T20 ફોર્મેટમાં એશિયા કપમાં ત્રીજો વિજય છે આ પહેલા ટી20 ફોર્મેટમાં 2016 અને 2022માં જીત મેળવી હતી. આ વખતે ભારત અને પાકિસ્તાનની મેચ ખૂબ જ રસપ્રદ રહી હતી. ભારતીય ટીમે અનેક એવી બાબતોમાં પાકિસ્તાનને જોરદાર ટ્રોલ કર્યો હતો.
આ પણ વાંચો…મેદાનમાં ભોંઠા પડ્યા પછી PM મોદીની ટ્વીટે પાકિસ્તાનના ઘા પર મીઠું ભભરાવ્યું! નકવી-આસીફ ભડક્યા