T20 World Cup 2024સ્પોર્ટસ
T20 World Cup: યુગાન્ડાએ વર્લ્ડ કપમાં પહેલી વાર વિજય માણ્યો

પ્રૉવિડન્સ (ગયાના): આફ્રિકાના દેશ યુગાન્ડા (Uganda)ની ટીમે બુધવારે ટી-20 વર્લ્ડ કપમાં બીજા નવા દેશ પાપુઆ ન્યૂ ગિની (PNG)ને રોમાંચક બનેલા મુકાબલામાં 10 બૉલ બાકી રાખીને ત્રણ વિકેટના માર્જિનથી હરાવીને સૌથી ટૂંકા ફૉર્મેટના વિશ્ર્વ કપમાં પહેલી વાર વિજય માણ્યો હતો.
પીએનજીની ટીમ યુગાન્ડાના કચ્છી ક્રિકેટર અલ્પેશ રામજિયાણી અને સ્પર્ધાના 43 વર્ષના ઑલ્ડેસ્ટ ક્રિકેટર ફ્રૅન્ક સુબુગા સહિત ચાર બોલરની બે-બે વિકેટને કારણે 77 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. પીએનજીના હિરી હિરીના 15 રન હાઇએસ્ટ હતા.
યુગાન્ડાએ રિયાઝત શાહના 33 રનની મદદથી 18.2 ઓવરમાં સાત વિકેટે 78 રન બનાવીને જીત મેળવવાની સાથે પહેલી વાર વર્લ્ડ કપના બે પૉઇન્ટ મેળવ્યા હતા.
ત્રીજી જૂને અફઘાનિસ્તાન સામે યુગાન્ડાનો 125 રનથી પરાજય થયો હતો.
હવે યુગાન્ડાનો વેસ્ટ ઇન્ડિઝ સાથે અને પછી ન્યૂ ઝીલૅન્ડ સાથે મુકાબલો છે.