સ્પોર્ટસ

T20 World Cup: આ ટીમો ટુર્નામેન્ટમાંથી બહાર થવાના આરે! જાણો ભારતની સ્થિતિ

મુંબઈ: ICC મેન્સ T20ની શરુઆત થઇ ચુકી છે, પહેલા પાંચ દિવસમાં ઘણાં રોમાંચક મેચ જોવા મળ્યા. ટુર્નામેન્ટ જેમ આગળ વધી રહી છે તેમ સુપર 8 સ્ટેજમાં પહોંચવા માટેની રેસ રેસ પણ તેજ બની રહી છે. ગત T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચેલી અફઘાનિસ્તાન ટુર્નામેન્ટમાંથી બહાર થવાની નજીક પહોંચી ગઈ છે. આયર્લેન્ડ અને યુએસએ પણ ટુર્નામેન્ટમાંથી બહાર થાય એ લગભગ નક્કી છે.

અફઘાનિસ્તાન, આયર્લેન્ડ અને યુએસએ ત્રણેય ટીમ લીગ સ્ટેજમાં 2-2 મેચ હારી ગઈ છે. ગત T20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરનાર અફઘાનિસ્તાની ટીમે લડાયક મિજાજ બતાવ્યો હતો. ન્યુઝીલેન્ડ સામેની પહેલી મેચમાં હાર બાદ બીજી મેચમાં અફઘાનીસ્તાનની ટીમે દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં જીત મેળવવા ભરપુર પ્રયાસ કર્યા હતાં, ગઈ કાલે રમાયેલી મેચમાં બે સુપર ઓવર થઇ હતી. પરંતુ અફઘાનીસ્તાન 4 રનથી મેચ હારી ગયું. ટીમની સુપર 8 સ્ટેજમાં પહોંચવાની શક્યતા લગભગ ખતમ થઈ ગઈ છે.

નોંધનીય છે કે આ ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમો ભાગ લઇ રહી છે, જેને ચાર ગ્રુપ્સમાં વહેંચવામાં આવી છે. દરેક ગ્રુપમાંથી ફક્ત ટોચની બે ટીમો સુપર 8 માં પહોંચશે, ત્યારે દરેક ગ્રુપના પોઈન્ટ ટેબલ પર નજર કરી.

ગ્રુપ-Aની સ્થિતિ:
ગ્રુપ-Aના પોઈન્ટ ટેબલમાં પાકિસ્તાન સૌથી ટોચ પર છે, તેણે પહેલી બે મેચ જીતીને ચાર પોઈન્ટ મેળવ્યા છે. ભારતે ટુર્નામેન્ટમાં પોતાની પહેલી મેચમાં યુએસએને હરાવીને 2 પોઈન્ટ સાથે બીજા ક્રમે છે, આજે ભારત નામિબિયા સાથે મેચ રમવાનું છે. નેધરલેન્ડ્સ તેની બે મેચમાંથી એક જીતીને ત્રીજા ક્રમે છે. પહેલી મેચ હારીને નામિબિયા ચોથા ક્રમે છે. પોતાની પહેલી બે મેચમાં હાર મળ્યા બાદ યુએસએ ગ્રુપમાં પાંચમા ક્રમે છે.

ગ્રુપ-B ની સ્થિતિ:
ગ્રુપ-Bમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ ક્રમે છે, તેને ગઈ કાલે તેની પહેલી મેચમાં આયર્લેન્ડને હરાવ્યું હતું. ઓમાન સામે જીત મેળવીને બે પોઈન્ટ સાથે ઝિમ્બાબ્વે બીજા ક્રમે છે. આયર્લેન્ડને હરાવીને શ્રીલંકા બે પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે. પોતાની બંને મેચ હારીને આયર્લેન્ડ ચોથા ક્રમે છે. ઓમાનએ એક મેચ રમી છે, જેમાં હાર મળતા ગ્રુપમાં છેલ્લા ક્રમે છે.

ગ્રુપ-C ની સ્થિતિ:
વેસ્ટ ઇન્ડીઝની ટીમ શાનદાર ફોર્મમાં દેખાઈ રહી છે, ટુર્નામેન્ટમાં તેની પહેલી બે મેચ જીતીને ચાર પોઈન્ટ સાથે તે ગ્રુપ-Cનાં પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. બે મેચમાંથી એક જીતીને બે પોઈન્ટ સાથે સ્કોટલેન્ડ બીજા સ્થાને છે. ઇંગ્લેન્ડને બે મેચમાંથી એકમાં જીત અને એકમાં હાર મળી છે, ટીમ બે પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. નેપાળ અને ઇટાલીએ એક એક મેચ રમી છે, બંને હાર મળી છે, રન રેટને આધારે નેપાળ ચોથા અને ઇટાલી પાંચમા ક્રમે છે.

ગ્રુપ-Dની સ્થિતિ:
પોતાની બંને પહેલી મેચ જીતીને ન્યુઝીલેન્ડ ગ્રુપ-Dમાં પહેલા ક્રમે છે. દક્ષિણ આફ્રિકાએ પણ તેની પહેલી બંને મેચ જીતી છે, રન રેટને આધારે તે બીજા સ્થાને છે. બંને બે મેચ હાર્યા બાદ અફઘાનિસ્તાન ત્રીજા સ્થાને છે. ચોથા સ્થાને યુએઈ છે, જેણે એક મેચ રમી છે પરંતુ તે હારી ગઈ છે. કેનેડાએ હજુ સુધી એક મેચ રમી છે, જેમાં હાર મળી છે.

આપણ વાંચો:  લાખો રૂપિયાની કમાણી કરી, લાખો ફૉલોઅર્સ પણ મળ્યાં!

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button