T20 World Cup 2024સ્પોર્ટસ

T20 World Cup:પાકિસ્તાન આઉટ: અમેરિકાની સુપર-એઇટમાં અને 2026ના વર્લ્ડ કપમાં પણ એન્ટ્રી

લૉઉડરહિલ (ફ્લોરિડા): શુક્રવારે અમેરિકા અને આયરલેન્ડ વચ્ચેની મૅચ વરસાદને કારણે રદ કરવામાં આવતાં ગ્રુપ-એમાંથી પાકિસ્તાન, આયરલેન્ડ તથા કેનેડા સ્પર્ધાની બહાર થઈ ગયા હતા. ખાસ કરીને પાકિસ્તાનને અમેરિકા સામેની સુપર ઓવરની હાર અને ભારત સામેના શૉકિંગ પરાજયને કારણે વહેલું આઉટ થઈ જવું પડ્યું છે.

અમેરિકાએ સુપર-એઇટમાં આવવાની સાથે 2026ના વર્લ્ડ કપ માટે પણ આપોઆપ ક્વોલિફાય કરી લીધું છે.

આઇસીસીના નિયમ મુજબ 2026ના આગામી ટી-20 વર્લ્ડ કપની 20 ટીમમાંથી 12 ટીમ આ મુજબ રહેશે: આ વખતના ટી-20 વિશ્વ કપની ટોચની આઠ ટીમ (સુપર એઇટમાં સામેલ તમામ આઠ ટીમ), 2026ના વિશ્વ કપની બે યજમાન ટીમ (ભારત અને શ્રીલંકા) તેમ જ 30 જૂન, 2024ના રોજ રેન્કિંગમાં ટૉપ પર રહેનારી બે ટીમ.

2026ના વિશ્વ કપ માટેની બાકીની આઠ ટીમ થોડા મહિના પછીના કવોલિફાઇંગ રાઉન્ડમાંથી નક્કી થશે.

આ વખતે સુપર-એઇટમાં ગ્રુપ-એમાંથી ભારત 6 પોઇન્ટ સાથે સૌથી પહેલા ક્વોલિફાય થયું હતું. શુક્રવારે આયરલેન્ડ સામેની મેચ એક પણ બૉલ ફેંકાયા વિના રદ જાહેર થઈ હતી. જે બદલ અમેરિકાને પાંચમો પોઇન્ટ મળી ગયો હતો અને એ પણ ક્વોલિફાય થઈ ગયું હતું. દરેક ગ્રુપમાંથી માત્ર બે ટીમ સુપર-એઇટમાં જાય છે.

પાકિસ્તાન (બે પોઇન્ટ ) કેનેડા (બે) અને આયરલેન્ડ (એક) હવે પછી એક-એક લીગ મૅચ બાકી હોવા છતાં ક્વોલિફાય થઈ શકે એમ નથી. દરેક ટીમને એક જીત બદલ બે જ પોઇન્ટ મળે છે.

સુપર-એઇટમાં ભારતની પ્રથમ મૅચ 20મી જૂને અફઘાનિસ્તાન સામે રમાવાની છે.

Also Read –

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button