T20 World Cup: IND Vs PAK મેચની ટિકિટની કિંમતમાં ખરીદી શકશો Mumbaiમાં 2BHK!
IND Vs PAK વચ્ચે રમાનારી મેચ ક્રિકેટપ્રેમીઓ માટે કોઈ તહેવાર-ઉત્સવથી બિલકુલ ઓછી નથી. છેલ્લાં અનેક વર્ષોની આ બંને ટીમ વચ્ચે મેચ રમાઈ નથી રહી. બોર્ડર પરના અને પોલિટિકલ પ્રેશરને કારણે બંને ટીમના ખેલાડીઓ ICC સિવાય ભાગ્યે જ કોઈ કોમ્પિટિશનમાં એકબીજા સામે રમતાં નથી. આ જ કારણે બંને વચ્ચેની મેચ ખૂબ જ દુર્લભ હોય છે એટલે તેની જાહેરાત થતાં જ ક્રિકેટપ્રેમીઓનો ઉત્સાહ ચરમસીમા પર પહોંચી જાય છે. જેની અસર ટિકિટના ભાવ પર પણ જોવા મળે છે. આવું જ કંઈક સિનારિયો જોવા મળી રહ્યો છે અમેરિકાના ન્યૂયોર્ક ખાતે નવમી જૂનના રમાનારી T20 World Cup દરમિયાન..
T20 World Cup દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની રિસેલ બજારમાં સાંભળવા મળી રહેલાં ભાવ ચોંકાવી દે એવા છે. અધિકૃત ટિકિટ વેચાણની વાત કરીએ ભારત-પાકિસ્તાન વચ્ચે રમાનારી મેચની ટિકિટનો ભાવ 6 અમેરિકન ડોલર એટલે કે 497 રૂપિયા છે. પરંતુ ક્રિકેટપ્રેમીઓએ પ્રિમિયમ ચેર્સ માટે સૌથી વધુ પૈસા ખર્ચવાની તૈયારી રાખવી પડશે. પ્રિમિયમ ચેર્સની ટિકિટ ટેક્સને બાદ કરતાં 400 અમેરિકન ડોલર એટલે રે 33,148 રૂપિયા જેટલી છે.
આ સિવાય સ્ટબહબ અને સીટગીક જેવા પ્લેટફોર્મ પર ટિકિટના ભાવ તો ખૂબ જ વધારે છે. જે ટિકિટની કિંમત 400 અમેરિકન ડોલર હતી તેની રિસેલ માર્કેટમાં કિંમત 40,000 અમેરિકન ડોલર એટલે કે એક ટિકિટ આશરે 33,00,000 રૂપિયાની આસપાસ છે. આ પ્લેટફોર્મની ફીનો આંકડો એમાં ઉમેરીએ તો આ આંકડો આશરે 50,000 અમેરિકન ડોલર્સ એટલે કે 41,00,000 રૂપિયા સુધી પહોંચી જશે.
એક સ્થાનિક અખબારના અહેવાલ અનુસાર સુપર બાઉલ 58ની ટિકિટનો ભાવ સેકન્ડરી માર્કેટમાં 9000 અમેરિકન ડોલર્સ હતી જ્યારે એનબીએની ફાઈનલ કોર્ટ નજીકની સીટની ટિકિટ 24,000 અમેરિકન ડોલર હતી. પરંતુ આ કિંમત ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચની ટિકિટના ભાવની સરખાણીએ ખૂબ જ સામાન્ય લાગે છે.
સીટગીક પ્લેટફોર્મ પર ભારત-પાકિસ્તાનની મેચની એક ટિકિટની કિંમત સૌથી વધુ એટલે કે 1,75,000 અમેરિકન ડોલર એટલે કે 1.4 કરોડ રૂપિયા જેટલી છે. ટેક્સ અને પ્લેટફોર્મની પ્રોસેસિંગ ફીનો આંકડો ઉમેરીએ તો તે આશરે 1.86 કરોડ રૂપિયા પર પહોંચે છે. આ રકમ એટલી છે કે ઘાટકોપરથી આગળ તેમાં એક ટુબીએચકે ફ્લેટ આરામથી ખરીદી શકાશે.