T20 World Cup: સાઉથ આફ્રિકાની સારી શરૂઆત બાદ ઠંડા પડ્યા, બ્રિટિશરોએ કાબૂમાં રાખ્યા | મુંબઈ સમાચાર

T20 World Cup: સાઉથ આફ્રિકાની સારી શરૂઆત બાદ ઠંડા પડ્યા, બ્રિટિશરોએ કાબૂમાં રાખ્યા

ગ્રોઝ આઇલેટ: ટી-20 વર્લ્ડ કપના સુપર-એઇટ મુકાબલામાં અહીં ઇંગ્લૅન્ડ સામે સાઉથ આફ્રિકાની ટીમ બૅટિંગ મળ્યા બાદ 20 ઓવરમાં છ વિકેટે 163 રન બનાવી શકી હતી. એમાં ક્વિન્ટન ડિકૉક (65 રન, 38 બૉલ, ચાર સિક્સર, ચાર ફોર) અને ડેવિડ મિલર (43 રન, 28 બૉલ, બે સિક્સર, ચાર ફોર)ના મુખ્ય યોગદાનો હતા.

વેસ્ટ ઇન્ડિઝમાં મોટા ભાગે સ્પિનર્સને વધુ માફક આવે એવી પિચ છે, પરંતુ આ મૅચમાં ફાસ્ટ બોલર જોફરા આર્ચર (4-0-40-3) સૌથી સફળ થયો હતો. સ્પિનર મોઇન અલી અને આદિલ રાશિદને એક-એક વિકેટ મળી હતી.

રીઝા હેન્ડ્રિક્સ (19 રન) અને ડિકૉક વચ્ચે 86 રનની ઓપનિંગ ભાગીદારી થઈ હતી અને ત્યારે લાગતું હતું કે તેમનું ટોટલ 200-ઉપર જશે. જોકે રીઝાની એક્ઝિટ બાદ ડિકૉક 92મા રનના ટીમ-સ્કોરે આઉટ થયો હતો. ત્યાર બાદ છેક મિલર-સ્ટબ્સ વચ્ચે પાંચમી વિકેટ માટે 38 રનની સાધારણ ભાગીદારી થઈ હતી.

એકંદરે, પહેલી 10 ઓવરમાં 80-પ્લસ રન સાથે ધમાકેદાર શરૂઆત કરનાર સાઉથ આફ્રિકનોને બ્રિટિશ બોલર્સે ક્ધટ્રોલમાં રાખ્યા હતા.
ક્લાસેન ફક્ત આઠ રન અને કૅપ્ટન માર્કરમ એક રન બનાવીને આઉટ થયો હતો.

સંબંધિત લેખો

Back to top button