T20 World Cup : અફઘાનિસ્તાને યુગાન્ડાના બે ગુજરાતી ઑલરાઉન્ડરથી ચેતવું પડશે
પ્રોવિડન્સ (ગયાના): ટી-20 વર્લ્ડ કપમાં મંગળવારે (ભારતીય સમય મુજબ સવારે 6.00 વાગ્યાથી) એવી બે ટીમ વચ્ચે મૅચ છે જેમાંની એક ટીમ સ્ટાર ખેલાડીઓથી ભરેલી છે અને બીજી ટીમ મહા મહેનતે આ વિશ્ર્વ કપ સુધી પહોંચી છે અને હવે સ્થાપિત દેશોની ટીમ વચ્ચે પોતાની અનેરી છાપ છોડવા માગે છે.
અફઘાનિસ્તાન અને યુગાન્ડા આ મૅચની બે હરીફ ટીમ છે. અફઘાનિસ્તાન પાસે રાશિદ ખાન (કૅપ્ટન) તેમ જ રહમતુલ્લા ગુરબાઝ, મોહમ્મદ નબી, નજબુલ્લા ઝડ્રાન, મુજીબ-ઉર-રહમાન, નવીન-ઉલ-હક, અઝમતુલ્લા ઓમરઝાઇ, ગુલબદીન નઇબ, વગેરે છે. યાદ રહે, 2023ના વન-ડે વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાનની ટીમ છઠ્ઠા નંબર પર હતી અને એ વિશ્ર્વ કપમાં અફઘાની ટીમે ઇંગ્લૅન્ડ, પાકિસ્તાન, શ્રીલંકા, નેધરલૅન્ડ્સને હરાવ્યા હતા.
બીજી તરફ, આફ્રિકન દેશ યુગાન્ડા પાસે બે ગુજરાતી ખેલાડીઓ છે જેઓ યુગાન્ડાને જિતાડી શકે એમ છે.
કચ્છના અલ્પેશ રામજિયાણીએ 2023ની સાલમાં પંચાવન વિકેટ લીધી હતી જે ટી-20 ઇન્ટરનૅશનલ્સના તમામ બોલર્સમાં હાઈએસ્ટ હતી. યુગાન્ડાનો જ સેન્યૉન્ડોએ 49 વિકેટ લીધી હતી જે અલ્પેશ પછી બીજા નંબરે હતી. 29 વર્ષનો અલ્પેશ સ્પિનિંગ-ઑલરાઉન્ડર છે. તેણે
યુગાન્ડાની ટીમમાં બીજો ગુજરાતી ખેલાડી છે, 32 વર્ષનો દિનેશ નાકરાણી જે પેસ બોલિંગ ઑલરાઉન્ડર છે. યુગાન્ડાની સ્ક્વૉડમાં રોનક પટેલ નામનો ત્રીજો ગુજરાતી ખેલાડી પણ છે.