T20 World Cup 2026: કયારે ટીમ ઇન્ડિયાની જાહેરાત? ગિલ કે સેમસન! જાણો કોનું પત્તું કપાશે અને કોને મળશે તક

મુંબઈ: ભારત અને શ્રીલંકાની સંયુક્ત મેજબાનીમાં યોજાનારા ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026 માટેની ટિકિટનું વેચાણ શરુ થઇ ચુક્યું છે, ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ ઇન્ડિયાને રમતી જોવા માટે ભારતીય ક્રિકેટ ચાહકો આતુર છે. T20 વર્લ્ડ કપ 2026 માટેની ભારતીય ટીમમાં ક્યા ખેલાડીઓને સ્થાન મળશે એની જાહેરાત આવતી કાલે શનિવારે કારવામાં આવશે, આ સાથે ન્યૂઝીલેન્ડ સામેની T20I સિરીઝ માટેની ટીમ જાહેર કરવામાં આવશે.
એક અહેવાલમાં આપવામાં આવેલી માહિતી મુજબ બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા બોર્ડ (BCCI) ની સિલેક્શન કમિટીના સિનિયર મેબર્સ આજે મુંબઈમાં આવેલા હેડકવાર્ટરમાં બેઠક કરશે, ચર્ચા બાદ પ્રેસ કોન્ફરન્સમાં ટીમની જાહેરાત કરવામાં આવશે.
નોંધનીય છે કે અત્યાર સુધી કોઈ પણ ટીમ T20 વર્લ્ડ કપનું ટાઇટલ ડિફેન્ડ કરી શકી નથી. વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવીન્દ્ર જાડેજા જેવા દિગ્ગજોની નિવૃત્તિ બાદ, સૂર્ય કુમાર યાદવની આગેવાની હેઠળની ટીમ આવું કરનારી પ્રથમ ટીમ બનવા તમામ પ્રયત્નો કરશે.
સૂર્યકુમાર અમદાવાદથી સીધો મુંબઈ પહોંચશે:
મુંબઈમાં યોજાનારી બેઠકમાં ભારતીય T20I ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવનું હાજર રહેવું જરૂરી છે. નોંધનીય છે કે ભારતીય ટીમ આજે સાંજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે દક્ષિણ આફ્રિકા સામેની સિરીઝની છેલ્લી મેચ રમશે. આ મેચ બાદ સૂર્યકુમાર મુંબઈ માટે રવાના થશે.
ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ માટેની ટીમની પણ જાહેરાત:
આજની અમદવાદ T20I મેચ બાદ ભરતીય ટીમ જાન્યુઆરી મહિનામાં ન્યુઝીલેન્ડ સામે ત્રણ ODI અને પાંચ T20I મેચની સિરીઝ રમશે, T20 વર્લ્ડ કપ 2026 માટેની તૈયારી કરવા ભારતીય ટીમ માટે આ સિરીઝ મહત્વની છે. આવતી કાલે ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ માટે પણ ટીમની જાહેરાત કરવામાં આવશે.
શુભમન ગિલ કે સંજુ સેમસન?
ટીમની પસંદગી માટેની બેઠક દરમિયાન સૌથી વધુ ચર્ચા શુભમન ગિલ અને સંજુ સેમસનના સ્થાન અંગે થઇ શકે છે. નોંધનીય છે કે T20 એશિયા કપ 2025 માટેની ટીમમાં શુભમન ગિલએ સ્થાન આપવામાં આવ્યું અને તેને આ ફોર્મેટમાં ટીમનો વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો, પરંતુ તે T20 ફોર્મેટ સારું પ્રદર્શન કરી શક્યો નથી. ગિલના સમાવેશને કારણે ઇન ફોર્મ ઓપનર સંજુ સેમસનને મિડલ-ઓર્ડરમાં બેટિંગ કરવા માટે મોકલવામાં આવ્યો. ત્યાર બાદ તેને પ્લેઇંગ-11 માંથી બહાર રાખવામાં આવ્યો હતો.
ભારતીય ક્રિકેટ ચાહકો સતત આરોપ લગાવી રહ્યા છે કે BCCI ગિલની તરફેણ કરીને સેમસન સાથે અન્યાય કરી રહ્યું છે. આજે દક્ષિણ આફ્રિકા સામેની છેલ્લી મેચમાં ગિલમાં પ્રદર્શન પર સિલેકટર્સની નજર રહેશે.
સંભવિત ભારતીય સ્કવોડ:
જિતેશ શર્મા હજુ સુધી પ્રભાવ પડી શકે તેવી ઇનિંગ રમી શક્યો નથી, છતાં તેને વિકેટકીપર બેટર તરીકે ટીમના સ્થાન મળી શકે છે, જયારે સંજુ સેમસનને બેકઅપ વિકેટકીપર તરીકે ટીમમાં સ્થાન મળી શકે છે. વિકેટકીપર બેટર તરીકે ઇશાન કિશન, ઋષભ પંત, કેએલ રાહુલ કે ધ્રુવ જુરેલને સ્થાન મળે આવી શક્યતા ઓછી છે.
શ્રેયસ ઐય્યર ડિસેમ્બર 2023થી ભારત માટે T20I મેચ રમ્યો નથી, ઓસ્ટ્રેલિયામાં થયેલી ઈજા બાદ તે હજુ પણ સ્વસ્થ થયો નથી. રિંકુ સિંહ પણ સતત ટીમમાંથી બહાર છે. T20 વર્લ્ડ કપમાં તેને સ્થાન મળવાની શક્યતા નહીવત છે.ખરાબ ફોર્મ છતાં શુભમન ગિલને ટીમમાં સ્થાન મળે એ લગભગ નક્કી છે.
આમ T20 વર્લ્ડ કપ 2026 માટેની ભારતીય ટીમનું ચિત્ર લગભગ સ્પષ્ટ છે.
સંભવિત ભારતીય ટીમઃ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, જીતેશ શર્મા (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી, જસપ્રિત બુમરાહ અને વોશિંગ્ટન સુંદર.



