T20 વર્લ્ડ કપ 2026: ભારત વિરુદ્ધ મેચ પર પાકિસ્તાની બોલરનું ચોંકાવનારું નિવેદન…

ઈસ્લામાબાદ: ભારત અને પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ મેચ થશે કે કેમ? આવા પ્રશ્નો અત્યારે થઈ રહ્યાં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, T20 વર્લ્ડ કપ 2026માં ભારત વિરુદ્ધ મેચ રમવા વિશે પાકિસ્તાન ક્રિકેટ ટીમ કોઈ ખાસ અપડેટ આપવામાં આવી નથી. પરંતુ પાકિસ્તાનના ઝડપી બોલર સલમાન મિર્ઝાએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. સલમાન મિર્જાએ કહ્યું કે, ટીમ આ ટુર્નામેન્ટ માટે તૈયારી કરી રહી છે અને સરકારના નિર્ણય મુજબ ભારત સામે 15 ફેબ્રુઆરીની મેચ રમશે.
શું પાકિસ્તાન VS ભારત ક્રિકેટ મેચ રમાશે?
એક પત્રકાર પરિષદમાં મિર્ઝાને ભારત વિરુદ્ધ મેચ વિશે પૂછવામાં આવ્યું હતું. ત્યારે મિર્જાએ જવાબ આપ્યો હતો. વધુમાં કહ્યું કે, ટુર્નામેન્ટ માટે તૈયારી ચાલી રહી છે. પરંતુ વિરોધી ટીમ અનુસાર રમીશું. સરકાર (પાકિસ્તાન સરકાર) જે પણ નિર્ણય થશે અને તેનું અમે પાલન કરીશું. હાલ આગામી મેચ પર ધ્યાન આપી રહ્યાં છીએ. મેચ દર મેચ વ્યૂહરચના બનાવીશું. ભારત વિરુદ્ધ મેચ સરકારના હાથમાં છે’. મૂળ વાત એ છે કે, પાકિસ્તાની ક્રિકેટ ટીમ ભારત સામે મેચ રમવા માટે તૈયાર છે, પરંતુ સરકાર દ્વારા મેચ રમવામાં નહીં આવે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જેના કારણે મામલો અટક્યો છે.
BCB ભારત વિરુદ્ધ મેચના બહિષ્કાર પાછો લેવા અનુરોધ કર્યો
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)ના સૂત્રના જણાવ્યાં પ્રમાણે, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ ભારત વિરુદ્ધ મેચના બહિષ્કારની માંગ પાછી ખેંચવાનું કહ્યું છે. PCB અધ્યક્ષ મોહસિન નકવી વડાપ્રધાન શાહબાઝ શરીફને આ અનુરોધ કરશે. શ્રીલંકા અને UAE બોર્ડોએ પણ પુનર્વિચારની માંગ કરી છે. નકવી વડાપ્રધાનને આ ક્રિકેટ બોર્ડના આગ્રહો અને તાજેતરની ચર્ચાઓ વિશે જણાવશે. જો કે, હજી નવો કોઈ નિર્ણય લેવાાં આવ્યો નથી. હવે જોવાનું એ રહે છે કે, ભારત અને પાકિસ્તાન એક મેદાને આમને-સામને આવશે કે કેમ?



