T20 World Cup 2024સ્પોર્ટસ

T20 World Cup: કોણ હતી એ ક્રિકેટ એન્કર જેને ઇન્ટરવ્યુ આપતા બુમરાહે ગળે લગાવી દીધી!

T20 વર્લ્ડ કપ ફાઈનલની દરેક ક્ષણ ઈમોશનલ હતી. આ સમયગાળાના ઘણા વીડિયો વાયરલ થઈ રહ્યા છે. આવો જ એક વીડિયો જસપ્રીત બુમરાહનો છે. તેમાં તે ICC એન્કરને ગળે લગાવી રહ્યો છે.

ટીમ ઈન્ડિયાની જીતથી દરેક ભારતીય ખુશ છે. રોહિત અને ટીમે લગભગ 140 કરોડ ભારતીયોને ખુશ થવાની તક આપી છે. આ જીત બાદ ભારતનો મુખ્ય ઝડપી બોલર જસપ્રીત બુમરાહ પણ ઘણો ખુશ જોવા મળ્યો હતો. T20 ફાઈનલમાં જસપ્રીતની શાનદાર બોલિંગના કારણે જ ટીમ ઈન્ડિયા દક્ષિણ આફ્રિકાના જડબામાંથી જીત છીનવવામાં સફળ રહી હતી.

જસપ્રીત બુમરાહે તેના ક્વોટાની ચાર ઓવર ફેંકી. આ દરમિયાન તેણે માત્ર 18 રન આપીને બે સૌથી મહત્વની વિકેટ લીધી હતી. મેચ બાદ બુમરાહની ખુશી એટલી હદે વધી ગઈ કે તેણે ઈન્ટરવ્યુ દરમિયાન મહિલા એન્કરને ગળે લગાવી દીધી.

https://twitter.com/i/status/1807188341344911694

આઈસીસી પ્રેઝેન્ટર સંજના ગણેશનને ઈન્ટરવ્યુ આપી રહ્યો હતો. સંજના ગણેશન ICCની પ્રેઝેન્ટર છે. તે ICC વતી ખેલાડીઓના ઇન્ટરવ્યુ લે છે. ટ્રોફી જીત્યા બાદ જ્યારે સંજના ગણેશન બુમરાહનો ઈન્ટરવ્યુ લઈ રહી હતી ત્યારે બુમરાહે સંજના ગણેશનને ગળે લગાવી લીધી હતી. બુમરાહએ જે રીતે પોતાની જીતનો આનંદ ઓનસ્ક્રીન વ્યક્ત કર્યો તે ખૂબ જ ચોંકાવનારો હતો, કારણ કે બુમરાહ ખૂબ જ શાંત ખેલાડી માનવામાં આવે છે.

મેચ દરમિયાન, તે મેદાન પર હોય કે મેદાનની બહાર, તે પોતાની જાતને ખૂબ સંયમિત રાખે છે. જો કે, T20 વર્લ્ડ કપની જીત બાદ તે પોતાની ભાવનાઓને કાબૂમાં રાખવામાં નિષ્ફળ રહ્યો હતો અને તેણે એન્કરને ગળે લગાવી દીધી હતી, પણ તમે કંઇ આડુઅવળું વિચારો તે પહેલા અમે તમને જણાવી દઇએ કે આ મહિલા એન્કર સંજના ગણેશન જસપ્રીત બુમરાહની પત્ની છે.
ટૂર્નામેન્ટમાં તેના સાતત્યપૂર્ણ પ્રદર્શન માટે બુમરાહને પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ જાહેર કરવામાં આવ્યો હતો. તેણે 4.17ના ઇકોનોમી રેટથી 15 વિકેટ ઝડપી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button