USA vs PAK: હરિસ રઉફ પર બોલ ટેમ્પરિંગનો આરોપ, બોલ સ્ક્રેચ કરતો જોવા મળ્યો!

ડલાસ: ગુરુવારે ડલાસના ગ્રાન્ડ પ્રેરી સ્ટેડિયમ(Grand Prairie Stadium, Dallas)માં T20 વર્લ્ડ કપમાં USA અને પાકિસ્તાન (USA vs Pak) વચ્ચે રોમાંચક મેચ રમાઈ રહી, USAએ સુપર ઓવરમાં પાકિસ્તાનને હરાવ્યું હતું, પાકિસ્તાની ક્રિકેટ ચાહકો આ હારને કારણે હાજુ આઘાતમાં છે. એવામાં પાકિસ્તાનના ફાસ્ટ બોલર હરિસ રઉફ(Haris Rauf) પર મેચ દરમિયાન બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવવામાં આવ્યો છે, દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટર અને યુએસએ ક્રિકેટ ટીમના સભ્ય રસ્ટી થેરોન(Rusty Theron)એ આ આરોપ લગાવ્યો છે.
રસ્ટી થેરોને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ આરોપ લગાવ્યા છે, USA સામે પાકિસ્તાનની શરમજનક હાર પહેલા આ પોસ્ટ કરવામાં આવી હતી.
આ પણ વાંચો:T20 World Cup: પાકિસ્તાનને પછડાટ અપાવનાર અમેરિકાના સૌરભ નેત્રાવલકર વિશે આ જાણો છો?
પાકિસ્તાને 13મી ઓવરની શરૂઆત પહેલા બોલ બદલ્યો, એ સમયે USA એક વિકેટે 94 રન બનાવી લીધી. ત્યાર બાદ પણ USAએ એજ ગતિએ બેટિંગ ચાલુ રાખી હતી, કેપ્ટન મોનાંક પટેલે શાહીન આફ્રિદીની ઓવરમાં બેક-ટુ-બેક બોલ પર ચોગ્ગો અને એક છગ્ગો ફટકર્યો હતો, અને ત્યારપછીની ઓવરમાં હેરિસે એન્ડ્રીસ ગૂસને આઉટ કર્યો હતો.
એન્ડ્રીસ ગૂસની વિકેટ થોડા સમય બાદ, રસ્ટી થેરોને X પર પોસ્ટ કરી આરોપ લગાવ્યો હતો કે હારિશે આંગળીના નખથી તાજા બદલાયેલા બોલ પર સ્ક્રેચ કર્યા હતા, જેથી તેને રિવર્સ સ્વિંગ મળ્યો હતો.
રસ્ટી થેરોને પોસ્ટ કર્યું કે “@ICC શું આપણે માત્ર એવો ઢોંગ કરી શું કે પાકિસ્તાનના બોલરે તાજા બદલાયેલા બોલ પર સ્ક્રેચ નથી કર્યા? માત્ર 2 ઓવર પહેલા બદલાયેલ બોલને રિવર્સ કરી રહ્યા છો? તમે હેરિસ રૌફને તેના આંગળીના નખથી બોલ પર સ્ક્રેચ કટો સ્પષ્ટ પણે જોઈ શકો છો. @usacricket #PakvsUSA.”
આ મામલે હજુ સુધી ICC તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.