T20 World Cup 2024

ડિકૉક, માર્કરમ અને ક્લાસેનની ફટકાબાજીથી સાઉથ આફ્રિકાના 194/4

નોર્થ સાઉન્ડ: ટી-20 વર્લ્ડ કપમાં સુપર-એઇટ રાઉન્ડના પ્રથમ મુકાબલામાં સાઉથ આફ્રિકાએ અમેરિકા સામે બૅટિંગ મળ્યા પછી 20 ઓવરમાં ચાર વિકેટે 194 રન બનાવીને મોનાંક પટેલની ટીમને 195 રનનો પડકારરૂપ લક્ષ્યાંક આપ્યો હતો.
ક્વિન્ટન ડિકૉક (74 રન, 40 બૉલ, પાંચ સિક્સર, સાત ફોર) તેમ જ કૅપ્ટન એઇડન માર્કરમ (46 રન, 32 બૉલ, એક સિક્સર, ચાર ફોર) અને ખાસ કરીને હિન્રિચ ક્લાસેન (36 અણનમ, બાવીસ બૉલ, ત્રણ સિક્સર)નું 200-આસપાસના ટોટલમાં મહત્ત્વનું યોગદાન હતું. ટ્રિસ્ટેન સ્ટબ્સ (20 અણનમ, 16 બૉલ, બે ફોર)ની ક્લાસેન સાથે 53 રનની અતૂટ ભાગીદારી કરી હતી.

આ પણ વાંચો: T20 World Cup: બાંગ્લાદેશના મહમુદુલ્લાહ સાથે થયું મોયે મોયે! આવો અનિચ્છનીય રેકોર્ડ બનાવનાર વિશ્વનો એકમાત્ર ખેલાડી બન્યો

એ પહેલાં, ડિકૉક અને માર્કરમ વચ્ચે બીજી વિકેટ માટે 110 રનની પાર્ટનરશિપ થઈ હતી જે અમેરિકાને ભારે પડી શકે.
અમેરિકાના સાત બોલરમાંથી માત્ર બે બોલર વિકેટ લેવામાં સફળ થયા હતા. ભારતીય મૂળના સૌરભ નેત્રાવલકરે 21 રનમાં બે અને હરમીત સિંહે 24 રનમાં બે વિકેટ લીધી હતી. કૉરી ઍન્ડરસન સહિત પાંચ બોલરને વિકેટ નહોતી મળી શકી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે… સપનામાં જોવા મળતી આ છ સફેદ વસ્તુઓ દેખાવી છે શુભ, સાંભળવા મળશે Good News Orryને ટક્કર આપવા અનંત-રાધિકાના લગ્નમાં પહોંચી આ ખાસ મહેમાન, Isha Ambaniએ કર્યું સ્વાગત…