T20 World Cup 2024

ટી-20માં સાઉથ આફ્રિકા-ઇંગ્લૅન્ડ 12-12થી બરાબરીમાં, પણ વર્લ્ડ કપમાં માર્કરમની ટીમનો હાથ ઉપર

ગ્રોઝ આઇલેટ: ટી-20 વર્લ્ડ કપમાં લીગ રાઉન્ડ કરતાં સુપર-એઇટ રાઉન્ડમાં દરેક ટીમે ગણતરીના કલાકોમાં ફરી મેદાન પર અલગ હરીફો સામે રમવા ઊતરી જવું પડે છે. એઇડન માર્કરમના સુકાનમાં સાઉથ આફ્રિકાની ટીમ બુધવાર, 19મી જૂને અમેરિકા સામે માંડ માંડ જીતીને ઠરીઠામ થઈ ત્યાં આજે માર્કરમના મહારથીઓએ ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડ સામે રમવાનો સમય નજીક આવી ગયો છે.

આ પણ વાંચો: T20 World Cup: ભારત સુપર-એઇટની પ્રથમ સુપર-ફાઇટ આસાનીથી જીત્યું

આજે રાત્રે 8.00 વાગ્યાથી સાઉથ આફ્રિકાનો સેન્ટ લ્યૂસિયાના મેદાન પર ડિફેન્ડિંગ ચૅમ્પિયન ઇંગ્લૅન્ડ સાથે મુકાબલો છે.
જૉસ બટલરની ટીમે હજી થોડા કલાકો પહેલાં (ગુરુવારે) આ જ સ્થળે (ગ્રોઝ આઇલેટમાં) વેસ્ટ ઇન્ડિઝને આઠ વિકેટે આસાનીથી હરાવ્યું ત્યાર બાદ આજે (શુક્રવારે) બટલરના સાથીઓએ સાઉથ આફ્રિકનો સામે બાવડાં બતાવવા મેદાન પર ઊતરી જવાનું છે.

આ પણ વાંચો: પાકિસ્તાની ક્રિકેટરો બૈરી-છોકરાંને વર્લ્ડ કપમાં લઈ ગયા હતા? ખેલાડીઓ પર ટીકાનો વરસાદ વરસ્યો

ટી-20 ઇન્ટરનૅશનલ્સમાં બન્ને ટીમનો હાર-જીતની બાબતમાં સરખો હિસાબ છે. સાઉથ આફ્રિકા અને ઇંગ્લૅન્ડે એકમેકને 12-12 વખતે હરાવ્યું છે, પરંતુ ટી-20 વર્લ્ડ કપની વાત છે ત્યાં સુધી સાઉથ આફ્રિકાનો હાથ ઉપર છે. છ મુકાબલામાં સાઉથ આફ્રિકા ચાર અને ઇંગ્લૅન્ડ બે વાર જીત્યું છે. છેલ્લે તેઓ 2021ના વર્લ્ડ કપમાં શારજાહમાં સામસામે રમ્યા હતા જેમાં ટેમ્બા બવુમાના સુકાનમાં સાઉથ આફ્રિકાનો 10 રનથી વિજય થયો હતો. એમાં રૅસી વૅન ડર ડુસેને અણનમ 94 રન, માર્કરમે અણનમ બાવન રન બનાવ્યા હતા અને કૅગિસો રબાડાએ ત્રણ તેમ જ તબ્રેઝ શમ્ઝીએ તથા ડ્વેઇન પ્રીટોરિયસે બે-બે વિકેટ લીધી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો