T20 World Cup 2024સ્પોર્ટસ

રોહિત આજે 72 રન બનાવશે એટલે કોહલીનો વર્લ્ડ કપનો રેકૉર્ડ તોડી નાખશે, જાણો કેવી રીતે…

બ્રિજટાઉન: ટી-20 વર્લ્ડ કપની એક ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવાનો વિશ્ર્વવિક્રમ વિરાટ કોહલી (Virat Kohli)ના નામે છે, પણ આજે સાઉથ આફ્રિકા સામેની ફાઇનલમાં જો રોહિત શર્મા (Rohit Sharma) 72 રન બનાવશે તો કોહલીનો આ વર્લ્ડ રેકૉર્ડ તોડી નાખશે.

વાત એવી છે કે એક ટી-20 વર્લ્ડ કપમાં હાઈએસ્ટ 319 રન કોહલીના નામે છે જે તેણે 2014ના ટી-20 વર્લ્ડ કપમાં બનાવ્યા હતા. આ યાદીમાં શ્રીલંકાનો તિલકરત્ને દિલશાન (2009ના વિશ્ર્વ કપમાં 317 રન) બીજા નંબરે અને પાકિસ્તાનનો બાબર આઝમ (2021ના વિશ્ર્વ કપમાં 303 રન) ત્રીજા નંબરે છે.

આ પણ વાંચો: T20 World Cup: India vs SA મન ભારતની ફેવરમાં, દિલ સાઉથ આફ્રિકા માટે ધબકે છે

રોહિત શર્માએ વર્તમાન વર્લ્ડ કપમાં કુલ 248 રન બનાવ્યા છે. તેના અને કોહલીના 319 રનના આંકડા વચ્ચે 71 રનનો તફાવત છે. એ જોતાં, રોહિત આજે 72મો રન બનાવશે એટલે એક ટી-20 વર્લ્ડ કપમાં હાઈએસ્ટ 320 રન બનાવનાર ખેલાડી બની જશે.

રોહિત આ ટૂર્નામેન્ટમાં જે રીતે રમ્યો છે એ જોતાં આજે તે 70-પ્લસની ઇનિંગ્સ રમશે એવું ખાતરીથી કહી શકાય.
રોહિતે આ વખતના વિશ્ર્વ કપની સાત મૅચમાં આ મુજબ રન બનાવ્યા છે: આયરલૅન્ડ સામે અણનમ બાવન રન, પાકિસ્તાન સામે 13 રન, અમેરિકા સામે 3 રન, અફઘાનિસ્તાન સામે 8 રન, બંગલાદેશ સામે 23 રન, ઑસ્ટ્રેલિયા સામે 92 રન અને ઇંગ્લૅન્ડ સામે 57 રન.

રોહિતની આ વર્લ્ડ કપમાં 41.33ની બૅટિંગ-ઍવરેજ અને 155.97નો સ્ટ્રાઇક-રેટ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button