T20 Eorld Cup: રોહિતને ખભે બૉલ વાગ્યો અને પછી તેના નામે અનિચ્છનીય વર્લ્ડ રેકૉર્ડ લખાઈ ગયો! | મુંબઈ સમાચાર

T20 Eorld Cup: રોહિતને ખભે બૉલ વાગ્યો અને પછી તેના નામે અનિચ્છનીય વર્લ્ડ રેકૉર્ડ લખાઈ ગયો!

ન્યૂ યૉર્ક: ભારતે બુધવારે અહીં આયરલૅન્ડને આસાનીથી હરાવી દીધું અને હવે તો ટીમ ઇન્ડિયાએ રવિવારની પાકિસ્તાન સામેની મૅચ (ભારતીય સમય મુજબ રાત્રે 8.00 વાગ્યાથી લાઇવ) માટેની તૈયારી પણ શરૂ કરી દીધી છે. જોકે આયરલૅન્ડ સામેના વિજયનો પાયો નાખનાર કૅપ્ટન રોહિત શર્મા (બાવન રને રિટાયર્ડ હર્ટ, 37 બૉલ, ત્રણ સિક્સર, ચાર ફોર) પૂરી ફિટનેસ સાથે પ્રૅક્ટિસ નથી કરી શકતો, કારણકે તેના જમણા હાથ પર હજી પણ દુખાવો છે.

બુધવારે આયરલૅન્ડના બોલર જૉશ લિટલના બાઉન્સરમાં રોહિત (Rohit Sharma)ને શૉટ મારવાના પ્રયાસમાં જમણા ખભાની નીચે હાથ પર બૉલ વાગ્યો હતો. થોડી વાર તો તેણે રમવાનું ચાલુ રાખ્યું હતું, પણ દુખાવો વધી જતાં તે સાવચેતી માટે બૅટિંગ છોડીને પૅવિલિયનમાં પાછો જતો રહ્યો હતો અને ત્યાર પછી રિષભ પંતે (36 અણનમ, 26 બૉલ, બે સિક્સર, ત્રણ ફોર) ભારતને વિજયના દ્વાર સુધી પહોંચાડી દીધું હતું.

આ પણ વાંચો: T20 World Cup: વર્લ્ડ કપમાં ભારતનો રોહિત સૌથી જૂનો પ્લેયર, નેપાળનો રોહિત સૌથી યુવાન કૅપ્ટન

રોહિતને હાથ પર બૉલ વાગ્યો જાણે એ સાથે જ તેના નામે અનિચ્છનીય વર્લ્ડ રેકૉર્ડ લખાઈ ગયો હતો.
ટી-20 ઇન્ટરનૅશનલમાં રોહિત ત્રીજી વાર રિટાયર્ડ હર્ટ થયો જે નવો વિશ્ર્વવિક્રમ છે. તેણે સૌથી વધુ બે વાર ઈજાને કારણે બૅટિંગ છોડીને પૅવિલિયન ભેગા થનાર ન્યૂ ઝીલૅન્ડના બૅટિંગ-લેજન્ડ રૉસ ટેલરનો વર્લ્ડ રેકૉર્ડ તોડી નાખ્યો છે.

રોહિતની બુધવારની ઇનિંગ્સ ‘રિટાયર્ડ નૉટઆઉટ’ તરીકે રેકૉર્ડમાં આવી ગઈ છે. ઑગસ્ટ, 2022માં સેન્ટ કિટ્સમાં વેસ્ટ ઇન્ડિઝ સામેની ટી-20માં 11 રને ફેબ્રુઆરી, 2020માં માઉન્ટ મૉન્ગેનૂઇના મેદાન પર ન્યૂ ઝીલૅન્ડ સામેની મૅચમાં 60 રને રિટાયર્ડ નૉટઆઉટ રહ્યો હતો.

બુધવારે મૅચ પછી રોહિતે ચાહકોને ખુશ કરી દે એવા સમાચાર આપ્યા હતા. તેણે પત્રકારોને કહ્યું, ‘મારી હાથ પરની ઈજા બહુ ગંભીર નથી.’

સંબંધિત લેખો

Back to top button