T20 World Cup 2024સ્પોર્ટસ
T20 World Cup on Doordarshan: દૂરદર્શન ટી-20 વર્લ્ડ કપ સહિત મોટી સ્પર્ધાઓની મૅચો લાઇવ બતાવશે
નવી દિલ્હી: પ્રસાર ભારતીએ જાહેરાત કરી છે કે દૂરદર્શન પર વર્તમાન ટી-20 વર્લ્ડ કપની મૅચો તેમ જ આ વર્ષની પૅરિસ ઑલિમ્પિક્સ અને વિમ્બલ્ડન ટેનિસ ચૅમ્પિયનશિપનું જીવંત પ્રસારણ કરવામાં આવશે.
પ્રસાર ભારતીના સીઇઓ ગૌરવ દ્વિવેદીએ અહીં પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે દૂરદર્શનના પ્રસારણમાં લાઇવ, ડિફર્ડ લાઇવ અને હાઇલાઇટ્સ સામેલ હશે.
એ ઉપરાંત, જુલાઈમાં ભારતીય ટીમના ઝિમ્બાબ્વે પ્રવાસની મૅચો તેમ જ શ્રીલંકા ખાતેની ભારતની ટૂરની મૅચોનું પણ જીવંત પ્રસારણ કરાશે.
વર્લ્ડ કપ પછી ઝિમ્બાબ્વેમાં ભારતીયો પાંચ ટી-20 રમશે. શ્રીલંકામાં પણ ભારતીયોની વ્હાઇટ-બૉલ સિરીઝ રમાશે.
પૅરિસમાં ફ્રેન્ચ ઓપન ટેનિસ સ્પર્ધા ચાલી રહી છે અને એના મુકાબલા પણ દૂરદર્શન પર જીવંત પ્રસારિત કરાશે.
Taboola Feed