T20 World Cup 2024સ્પોર્ટસ

T20 World Cup: મારે કેપ્ટનપદે રહેવું કે નહીં એ ક્રિકેટ બોર્ડ નક્કી કરશે, હું નહીં: બાબર આઝમ

આયરલૅન્ડ સામે પણ પાકિસ્તાન માંડ માંડ જીત્યું

ન્યૂ યૉર્ક: પાકિસ્તાન રવિવારે ટી-20 વર્લ્ડ કપમાં પોતાની છેલ્લી મૅચમાં આયરલૅન્ડ સામે મહા મહેનત જીત્યું હતું. મૅચ પછી બાબર આઝમે પત્રકારો સમક્ષ દિલ ખોલીને વાતચીત કરી હતી. પોતાની કેપ્ટનસી બાબતમાં પૂછાતા બાબરે કહ્યું હતું કે “કેપ્ટનપદે રહેવું કે નહીં એ હું નહીં પણ મારું ક્રિકેટ બોર્ડ નક્કી કરશે.”

પહેલા અમેરિકા સામે અને પછી ભારત સામે હારી જવાને પગલે પાકિસ્તાનની ટીમ આ સ્પર્ધાની બહાર ફેંકાઈ ગઈ છે. બાબર આઝમની કેપ્ટન્સીની ખૂબ ટીકા થઈ રહી છે. બાબરે પત્રકારોને કહ્યું કે “આ વર્લ્ડ કપ પહેલાં મેં તો કેપ્ટન્સી છોડી દીધી હતી, પરંતુ ક્રિકેટ બોર્ડે મને ફરી સુકાન સોંપ્યું હતું. હવે શું કરવું એનો નિર્ણય ક્રિકેટ બોર્ડ જ લેશે. હું જો કેપ્ટનપદ છોડવાનું નક્કી કરીશ તો જાહેરમાં જ કહી દઈશ. કંઈ જ છુપાવીશ નહીં.”

તમે કેપ્ટન હોવા બદલ વર્લ્ડ કપની વહેલી એકઝિટ માટેની જવાબદારી સ્વીકારો છો? એવા સવાલના જવાબમાં બાબરે કહ્યું હતું કે “અમે કોઈ એક વ્યક્તિના કારણસર આ ટૂર્નામેન્ટમાં નથી હાર્યા. અમારા ચાહકો જેટલા જ નિરાશ અમે પણ છીએ. કેપ્ટન છું એટલે નેતૃત્વની જવાબદારી ખરી, પણ અગિયારે અગિયાર ખેલાડીની જગ્યાએ હું રમી ના શકું. દરેક ખેલાડીને પોતપોતાનો રોલ આપવામાં આવ્યો હતો અને એ માટે જ તેઓ અહીં વર્લ્ડ કપમાં રમવા આવ્યા. હા એ વાત સાચી કે અમે ટીમ તરીકે સારું પર્ફોર્મ ન કરી શક્યા.”

આ પણ વાંચો: T20 World Cup:બાંગલાદેશના બૅટરે ડીઆરએસ માટે ડ્રેસિંગ રૂમની મદદ લીધી, વીડિયો વાયરલ થયો

અમેરિકા અને ભારત સામે પછડાટ ખાધા પછી રવિવારે આયરલૅન્ડ સામે પણ પાકિસ્તાન ભારે સંઘર્ષ કરીને જીત્યું હતું. શાહીન આફ્રિદી અને ઈમાદ વસીમની ત્રણ-ત્રણ વિકેટ તથા આમિરની બે વિકેટને લીધે આયરલેન્ડ 20 ઓવરમાં નવ વિકેટે ફક્ત 106 રન બનાવી શક્યું હતું. એમાં ડીલેનીના 31 રન અને જૉશ લિટલના અણનમ બાવીસ રન સામેલ હતા.
પાકિસ્તાને 107 રનના સામાન્ય લક્ષ્યાંક સામે શરૂઆત સાધારણ કરી હતી, પરંતુ એક તબક્કે 62 રનમાં એની છ વિકેટ પડી ચૂકી હતી. બૅરી મેકાર્થી (ત્રણ વિકેટ) અને કર્ટિસ કેમ્ફર (બે વિકેટ) સહિતના બોલર્સે પાકિસ્તાનની ટીમને ચિંતામાં મૂકી દીધી હતી.

બાબર આઝમ 32 રને અણનમ રહ્યો હતો. તેની સાથેની જોડીમાં અબ્બાસ આફ્રિદીએ એક સિક્સર અને એક ફોરની મદદથી 17 રન બનાવીને પાકિસ્તાનને વિજયની નજીક પહોંચાડ્યું હતું. જોકે 18મી ઓવરમાં 95 રનના ટીમ-સ્કોરે બાબરની સલાહ પછી તે ઉતાવળે ઊંચો શૉટ મારવા જતાં કૅચ આપી બેઠો હતો. આયરલૅન્ડને જીતવાની થોડી આશા જાગી હતી. શાહીન આફ્રિદી ટીમમાંના જૂથવાદની અટકળો વચ્ચે કેપ્ટન બાબર સાથે જોડાયો હતો સાથે ઉપરાઉપરી બે છગ્ગાની મદદથી 13 રન બનાવીને પાકિસ્તાનને જીતાડી દીધું હતું.

શાહીન આફ્રિદીને ઑલ રાઉન્ડ દેખાવ બદલ મૅન ઑફ ધ મૅચ નો અવૉર્ડ અપાયો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વિજય માલ્યાની હજારો કરોડ રૂપિયાની લક્ઝરી પ્રોપર્ટીઝ એક કટોરી તુઅર દાલની કિંમત તુમ ક્યા જાનો રાહા કપૂરની જેમ જ એક્સપ્રેશન એક્સપર્ટ છે આ સ્ટારકિડ્સ… આ રાશિના જાતકો માટે લકી રહેશે July, બંને હાથે ભેગા કરશે પૈસા…