T20 World Cup 2024સ્પોર્ટસ

T20 World Cup: બાંગલાદેશે વિક્રમો રચીને સુપર-એઇટમાં કરી એન્ટ્રી

બોલર તેન્ઝીમના 24માંથી 21 ડૉટ-બૉલ, વર્લ્ડ કપમાં નવો રેકોર્ડ

કિંગ્સટાઉન: બાંગલાદેશે (19.3 ઓવરમાં 106/10) રવિવારે નેપાળ (19.2 ઓવરમાં 85/10)ને 21 રનથી હરાવીને ટી-20 વર્લ્ડ કપના ગ્રૂપ-ડીમાંથી સુપર-એઇટ રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો હતો. એ સાથે, નેધરલેન્ડ્સની ટીમ બહાર થઈ હતી. બાંગલાદેશે આ મૅચમાં કેટલાક નવા વિક્રમો પોતાને નામ કર્યા હતા.

બાંગલાદેશે 106 રનનું ટોટલ ડિફેન્ડ કર્યું હતું. ટી-20 વર્લ્ડ કપમાં પૂરી 20-20 ઓવર રમાઈ હોય એવી મૅચોમાં સૌથી ઓછા ટોટલ સફળતાપૂર્વક ડિફેન્ડ કરવામાં આવ્યા હોય એમાં બાંગલાદેશનો આ નવો રેકોર્ડ છે. એણે સાઉથ આફ્રિકાનો વિક્રમ (ગયા અઠવાડિયે બાંગલાદેશ સામે 113 રન) તોડ્યો છે.

બાંગલાદેશના પેસ બોલર તેન્ઝીમ સાકિબે (4-2-7-4) ચાર ઓવરમાં જે 24 બૉલ ફેંક્યા હતા એમાંથી 21 ડૉટ-બોલ હતા. ટી-20 વર્લ્ડ કપમાં આ નવો રેકોર્ડ છે. અગાઉ નવ બોલર (વર્તમાન ટૂર્નામેન્ટના સાત બોલર સહિત)નો ચાર ઓવરમાં 20 ડૉટ-બૉલનો વિક્રમ હતો.

આ પણ વાંચો: T20 World Cup :હવે બધી મૅચો વેસ્ટ ઇન્ડિઝમાં: આ રહ્યું સુપર-એઇટનું ટાઇમટેબલ

બાંગલાદેશે બનાવેલા 106 રનમાં શાકિબ અલ હસનના 17 રન હાઈએસ્ટ હતા. નેપાળના ચાર બોલરે બે બે વિકેટ લીધી હતી.

107નો ટાર્ગેટ મેળવવા જતા નેપાળે શરૂઆત ખરાબ કરી હતી. જોકે એક તબક્કે 20 બોલમાં એણે માત્ર 29 રન બનાવવાના હતા અને ચાર વિકેટ બાકી હતી, પરંતુ બાંગલાદેશના બોલર્સે સાત રનમાં છેલ્લી ચાર વિકેટ લઈને ખેલ ત્યાં જ ખતમ કરી નાખ્યો હતો. નેપાળની ટીમમાં કુશાલ મલ્લાના 27 રન હાઈએસ્ટ હતા. તેનઝીમની ચાર ઉપરાંત મુસ્તફિઝૂરે ત્રણ અને શાકિબે બે વિકેટ લીધી હતી.

તેનઝીમને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ મળ્યો હતો.


ભારતનો સુપર-એઇટમાં કોની સામે ક્યારે મુકાબલો?

(1) ગુરૂવાર, 20 જૂન, અફઘાનિસ્તાન સામે, બ્રિજટાઉન, રાત્રે 8:00 વાગ્યાથી
(2) શનિવાર, 22 જૂન, બાંગલાદેશ સામે, ઍન્ટિગા, રાત્રે 8.00 વાગ્યાથી.
(3) સોમવાર, 24 જૂન, ઑસ્ટ્રેલિયા સામે, ગ્રોઝ આઇલેટ, રાત્રે 8.00 વાગ્યાથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ રાશિના જાતકો માટે લકી રહેશે July, બંને હાથે ભેગા કરશે પૈસા… Airport પર આ રીતે Deepika Padukoneને સંભાળતો જોવા મળ્યો Ranveer Singh.. સોનાક્ષીની નણંદ પણ છાપે છે પૈસા 53 વર્ષ પહેલાં આવેલી Rajesh Khannaની ફિલ્મના એ સુપરહિટ ડાયલોગ…