T20 World Cup 2024સ્પોર્ટસ

T20 World Cup: વર્લ્ડ કપમાં 43 વર્ષના ‘ઘરડા’ ક્રિકેટરનો બોલિંગમાં તરખાટ: કંજૂસીમાં બુમરાહથી પણ આગળ

પ્રોવિડન્સ (ગયાના): ટી-20 વર્લ્ડ કપમાં આ વખતે પહેલી વાર 20 દેશની ટીમ રમવા ઊતરી છે એટલે સ્વાભાવિક રીતે કંઈક નવું અને અનોખું જોવા મળવાનું જ. વિક્રમો તૂટે એ પણ સામાન્ય બની જાય છે જ્યારે મોટી ઉંમરનો કોઈ ખેલાડી બોલિંગમાં તરખાટ મચાવે. યુગાન્ડાનો ઑફ-સ્પિનર ફ્રૅન્ક સુબુગા (Frank Nsubuga) બે દિવસથી ચર્ચામાં છે. તે 43 વર્ષનો છે અને આ વર્લ્ડ કપનો સૌથી મોટી ઉંમરનો ખેલાડી છે.

આ ઉંમરે પણ તે ઇન્ટરનૅશનલ ક્રિકેટમાં ધૂમ મચાવી શકે છે એ તેણે બુધવારે પાપુઆ ન્યૂ ગિની (પીએનજી) સામેની મૅચમાં ચાર રનમાં બે વિકેટ લઈને સાબિત કર્યું. ઇકોનોમી-રેટમાં તો તે જસપ્રીત બુમરાહ જેવા અવ્વલ દરજ્જાના બોલરને પણ ટપી ગયો છે.

ફ્રૅન્ક સુબુગા (4-2-4-2) વર્લ્ડ કપમાં પહેલી જ મૅચમાં બે મેઇડન ઓવર કરી અને પીએનજીના મિડલ-ઑર્ડરના બે બૅટર (હિરી હિરી અને ચાર્લ્સ અમિની)ની વિકેટ લીધી હતી.

આ પણ વાંચો: T20 World Cup : રોહિતે ધોનીનો અમૂલ્ય રેકોર્ડ તોડ્યો; Hitman 600 Sixs ફટકારનાર વિશ્વનો પહેલો ક્રિકેટર બન્યો

હૉન્ગકૉન્ગનો રેયાન કૅમ્પબેલ ટી-20 વર્લ્ડ કપનો ઑલ્ડેસ્ટ પ્લેયર છે. 2016ની સાલમાં તેણે 44 વર્ષ અને 30 દિવસની ઉંમરે ડેબ્યૂ કર્યું હતું.

ફરી સુબુગાની વાત પર આવીએ તો ટી-20માં સુબુગાનો એકંદર પર્ફોર્મન્સ સારો રહ્યો છે. તેણે પંચાવન મૅચમાં 57 વિકેટ લીધી છે. તેનો ઇકોનોમી રેટ 4.71 છે. એટલે કે ઓવર દીઠ રન આપવામાં તે બહુ સાવચેત છે. આ યાદીમાં કેન્યાનો શેમ ગૉકે 6.03ના ઇકોનોમી રેટ સાથે બીજા નંબરે છે. ઇકોનોમી રેટની બાબતમાં તો હાલનો નંબર-વન બોલર જસપ્રીત બુમરાહ પણ છેક ત્રીજા નંબરે છે. 63 મૅચ પછી તેનો ઇકોનોમી રેટ 6.49 છે. બુમરાહે આ મૅચોમાં 76 રન બનાવ્યા છે.

તમે નહીં માનો, પણ ટી-20માં સૌથી વધુ 17 મેઇડન ઓવરનો વિક્રમ પણ સુબુગાના નામે છે. ફરી એકવાર તેના પછી બીજા નંબરે શેમ ગૉકે (12) અને ત્રીજા નંબરે બુમરાહ (11) છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker