T20 World Cup 2024ટોપ ન્યૂઝસ્પોર્ટસ

T20 World Cup: ટી-20 વર્લ્ડ કપમાં પહેલી વાર 20 ટીમ વચ્ચે જંગ: રવિવારે ટૂર્નામેન્ટનો આરંભ

પહેલી મૅચ અમેરિકા-કેનેડા વચ્ચે, નવમી જૂને ભારત વિરુદ્ધ પાકિસ્તાન

ન્યૂ યોર્ક: મેન્સ ટી-20 વર્લ્ડ કપ રવિવારે ભારતીય સમય મુજબ સવારે 6:00 વાગ્યે શરૂ થશે. પહેલી જ વાર અમેરિકામાં વર્લ્ડ કપની મેચો રમાશે. આ ટુર્નામેન્ટમાં કુલ 20 ટીમ ભાગ લઈ રહી છે જે નવો વિક્રમ છે.
છેલ્લે 2022ના ટી-20 વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડે ફાઈનલમાં પાકિસ્તાનને છ બૉલ બાકી રાખીને પાંચ વિકેટના માર્જિનથી હરાવીને બીજી વાર ટ્રોફી જીતી લીધી હતી.

ભારત એ વિશ્વ કપની સેમિ ફાઇનલમાં ઇંગ્લેન્ડ સામે હારી ગયું હતું. હાર્દિક પંડ્યાના 63 રન અને વિરાટ કોહલીના 50 રનની મદદથી ભારતે છ વિકટે માત્ર 168 રન બનાવ્યા હતા. બટલર (80 અણનમ) અને હેલ્સ (86 અણનમ)ની જોડીએ 170 રનની અતૂટ ઓપનિંગ ભાગીદારીથી ઇંગ્લેન્ડને જીતાડ્યું હતું.

અગાઉના ટી-20 વર્લ્ડ કપના વિજેતા અને રનર-અપ…

2007: ભારત વિજેતા, પાકિસ્તાન રનર-અપ
2009: પાકિસ્તાન વિજેતા, શ્રીલંકા રનર-અપ
2010: ઇંગ્લેન્ડ વિજેતા, ઓસ્ટ્રેલિયા રનર-અપ
2012: વેસ્ટ ઈન્ડિઝ વિજેતા, શ્રીલંકા રનર-અપ
2014: શ્રીલંકા વિજેતા, ભારત રનર-અપ
2016: વેસ્ટ ઈન્ડિઝ વિજેતા, ઇંગ્લેન્ડ રનર-અપ
2021: ઓસ્ટ્રેલિયા વિજેતા, ન્યૂઝીલેન્ડ રનર-અપ
2022: ઇંગ્લેન્ડ વિજેતા, પાકિસ્તાન રનર-અપ

ટુર્નામેન્ટની ટીમો અને ફોર્મેટ વિશે….

(1) નવમો ટી-20 વર્લ્ડ કપ અમેરિકા અને વેસ્ટ ઇન્ડીઝમાં સંયુક્ત રીતે (ભારતીય તારીખ મુજબ) 2-29 દરમ્યાન યોજાશે.

(2) આ વખતના ટી20 વર્લ્ડ કપમાં 20 ટીમ ભાગ લઈ રહી છે.

(3) (ગ્રૂપ એ): ભારત, પાકિસ્તાન, આયર્લેન્ડ, અમેરિકા, કેનેડા, (ગ્રૂપ બી): ઇંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, નામિબિયા, સ્કોટલેન્ડ, ઓમાન (ગ્રૂપ સી): ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, પાપુઆ ન્યુ ગીની, યુગાન્ડા (ગ્રૂપ ડી): સાઉથ આફ્રિકા, શ્રીલંકા, બાંગ્લાદેશ, નેધરલેન્ડ્સ, નેપાળ.

(4) દરેક ગ્રૂપમાં પ્રત્યેક ટીમ પોતાના ગ્રૂપની ટીમ સામે એક રાઉન્ડ રોબિન ફોર્મેટમાં મેચ રમશે. એક જીત બદલ બે પોઇન્ટ મળશે, મેચ ટાઈ થશે કે અનિર્ણીત રહેશે તો તો બંને ટીમને એક-એક પોઇન્ટ આપવામાં આવશે. દરેક ગ્રૂપની ટોચની બે-બે ટીમ સુપરએઇટ રાઉન્ડમાં જશે. આઠ ટીમના આ રાઉન્ડમાં ચાર-ચાર ટીમના બે ગ્રૂપ પડશે અને એ ટીમો અંદરોઅંદર એકબીજા સામે રાઉન્ડ રોબિન ફોર્મેટમાં રમશે. બંને ગ્રૂપની ટોચની બે-બે ટીમ સેમિ ફાઇનલમાં પહોંચશે એ બેસ્ટ ટીમ વચ્ચે ફાઈનલ રમાશે.

(5) વર્લ્ડ કપની મેચો અમેરિકામાં ન્યૂ યોર્ક, હ્યુસ્ટન, ફ્લોરિડામાં રમાશે. વેસ્ટ ઈન્ડિઝમાં ટુર્નામેન્ટ માટેના સ્થળ આ મુજબ છે : પ્રોવિડન્સ સ્ટેડિયમ (ગયાના), કેન્સીંગ્ટન ઓવલ (બાર્બેડોઝ), સર વિવિયન રિચર્ડસ ગ્રાઉન્ડ (એન્ટીગા), બ્રાયન લારા સ્ટેડિયમ (ટ્રિનીદાદ), આર્નોસ વેલ ગ્રાઉન્ડ (સેન્ટ વિન્સેન્ટ), ડેરેન સૅમી સ્ટેડિયમ (સેન્ટ લ્યુસિયા).

6) 29મીએ બાર્બેડોઝના બ્રિજટાઉનમાં ફાઇનલ રમાશે.

પ્રથમ મૅચ કોની? ભારતના મુકાબલા ક્યારે, કોની સામે?…

(અ) પ્રથમ મૅચ રવિવાર બીજી જૂન, હ્યુસ્ટન, અમેરિકા વિરુદ્ધ કૅનેડા, ભારતીય સમય મુજબ સવારે 6.00 વાગ્યાથી

(બ) ભારતના ચાર લીગ મુકાબલા: (1) બુધવાર પાંચમી જૂન, ભારત વિરુદ્ધ આયરલેન્ડ, રાત્રે 8.00 વાગ્યાથી (2) રવિવાર નવમી જૂન, ભારત વિરુદ્ધ પાકિસ્તાન, રાત્રે 8.00 વાગ્યાથી (3) બુધવાર 12મી જૂન, ભારત વિરુદ્ધ અમેરિકા, રાત્રે 8.00 વાગ્યાથી (4) શનિવાર 15મી જૂન, ભારત વિરુદ્ધ કેનેડા, રાત્રે 8.00 વાગ્યાથી.

મૅચ ટાઈ થાય તો શું?….

મૅચ ટાઈ થતાં સુપર ઓવર રમાશે. એ પણ ટાઈ થશે તો ફરી સુપર ઓવર રમાશે અને તો પણ બન્ને ટીમ સરખી રહેશે તો રિઝલ્ટ સુધી ટાઈ રમાતી રહેશે.

વરસાદ કે ખરાબ હવામાન નડે તો શું? રિઝર્વ ડે છે?

લીગ અને સુપર એઇટ રાઉન્ડની મેચનું પરિણામ લાવવા બંને ટીમે ઓછામાં ઓછી પાંચ-પાંચ ઓવર રમવી જ પડશે. જોકે બંને સેમિ ફાઈનલ અને ફાઈનલનું રિઝલ્ટ લાવવા બંને ટીમે ઓછામાં ઓછી 10-10 ઓવર રમી હોવી જોઈશે
પ્રથમ સેમિ ફાઈનલ અને ફાઇનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે. બીજી સેમિ ફાઈનલ અને ફાઈનલ વચ્ચે એક જ દિવસનો ગેપ હોવાથી બીજી સેમિ માટે રિઝર્વ ડે નથી રખાયો. જોકે બંને સેમિ ફાઇનલમાં રિઝલ્ટ લાવવા 250 મિનિટનો વધારાનો સમય રાખવામાં આવ્યો છે. ફાઈનલ માટે રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.

પરિણામ લાવવા વધારાની 190 મિનિટની પણ જોગવાઈ છે. ફાઈનલના મુખ્ય દિવસે રમત જ્યાં અટકી હશે ત્યાંથી જ રિઝર્વ ડેએ શરૂ કરવામાં આવશે.
ભારત જો સેમિ ફાઇનલમાં પહોંચશે તો એની એ મેચ 27મી જૂને ગયાનામાં રમાશે.

જો કોઈ કારણસર સેમિ ફાઇનલ નહીં રમાય તો સુપરએઇટ રાઉન્ડમાં આગળ રહેનારી ટીમ ફાઈનલમાં જશે. જો ફાઈનલ કોઈ કારણસર નહીં જ રમાય તો બંને ટીમને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.

Also Read –

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ નવરી ધૂપ થઇ ગઇ છે આ બધી હિરોઇનો