સ્પોર્ટસ

ટી-20 સિરીઝ જિતાડનાર કેપ્ટન સૂર્યકુમાર બુધવારે શ્રીલંકાથી પાછો આવી જશે, જાણો શા માટે

પલ્લેકેલ: રવિવારે અહીં ભારતે શ્રીલંકા સામેની ટી-20 સિરીઝ નવા કેપ્ટન સૂર્યકુમાર યાદવના સુકાનમાં જીતી લીધી અને આવતી કાલે (સાંજે 7.00 વાગ્યાથી) ટીમ ઇન્ડિયા છેલ્લી મૅચ પણ જીતીને 3-0થી ક્લીન સ્વીપ કરે પણ ખરી, પરંતુ વિજેતા કેપ્ટન સૂર્યકુમાર યાદવ આ મૅચ બાદ એક બે-દિવસમાં (મોટા ભાગે બુધવારે) ભારત પાછો આવી જશે.

કારણ એ છે કે શુક્રવારે શ્રીલંકા સામે ભારતની વન-ડે સિરીઝ શરૂ થશે અને એ માટેની ટીમમાં સૂર્યકુમારનો સમાવેશ પહેલેથી કરાયો જ નથી.

ચીફ સિલેક્ટર અજિત આગરકરે 23 જુલાઈએ ટીમ જાહેર કરી ત્યારે જ કહ્યું હતું કે “સૂર્યકુમાર હાલમાં વન-ડેના સેટ-અપમાં છે જ નહીં, તે ફક્ત ટી-20માં જ રમશે.”

સૂર્યાએ શ્રીલંકા સામે શનિવારની ટી-20માં 58 રન અને રવિવારની મૅચમાં 26 રન બનાવ્યા હતા. આ સિરીઝમાં તે કુલ 84 રન સાથે બીજા નંબરે છે.

રોહિત શર્મા, વિરાટ કોહલી અને શ્રેયસ ઐયર વગેરે ખેલાડીઓ આ વન-ડે સિરીઝથી ટીમમાં કમબૅક કરી રહ્યા છે. જોકે ટી-20નો વિજેતા કેપ્ટન સૂર્યકુમાર આગામી વન-ડે સિરીઝમાં નહીં જોવા મળે.

શુભમન ગિલને શ્રીલંકા સામેની બંને (ટી-20 અને વન-ડે) સિરીઝમાં વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે, પરંતુ સૂર્યકુમાર વન-ડે શ્રેણીમાં નહીં જોવા મળે.

રિયાન પરાગને બંને ટીમમાં સામેલ કરાયો છે, પરંતુ સૂર્યકુમાર વન-ડે સિરીઝમાં નહીં જોવા મળે.
ટી-20 વર્લ્ડ કપથી દરેક મૅચમાં બધાના આશ્ચર્ય વચ્ચે ટીમમાં જગ્યા મેળવતો શિવમ દુબે શ્રીલંકા સામેની વન-ડે સિરીઝમાં રમશે, પરંતુ એ શ્રેણીમાં સૂર્યકુમાર નહીં જોવા મળે.

આ પણ વાંચો: IND vs SL: શ્રીલંકા સામેની વનડેમાં આ દિગ્ગજ ખેલાડીઓ નહીં રમે, કોણ બનશે કેપ્ટન?

ફેબ્રુઆરીમાં વન-ડેની ચેમ્પિયન્સ ટ્રોફી રમાવાની છે, પરંતુ ટી-20નો સફળ કેપ્ટન સૂર્યકુમાર શ્રીલંકા સામેની આગામી વન-ડે સિરીઝમાં નહીં જોવા મળે.

ઉલ્લેખનીય છે કે હાર્દિક પંડ્યાએ આગામી વન-ડે શ્રેણીમાંથી પોતે જ રજા લઈ લીધી હોવાથી તે એમાં નહીં જોવા મળે.

ઓપનર યશસ્વી જયસ્વાલ, રિન્કુ સિંહ અને સંજુ સેમસન પણ પાછા આવશે.

મંગળવાર પછી શ્રીલંકામાં કોણ ઈન અને કોણ આઉટ?

ઈન: રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા

આઉટ: સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, યશસ્વી જયસ્વાલ, રિન્કુ સિંહ, સંજુ સેમસન

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button