
મુંબઈઃ ભારતના ટી-20 કૅપ્ટન સૂર્યકુમાર યાદવ (Suryakumar Yadav) સંબંધમાં તાજેતરમાં કરવામાં આવેલી એક ટિપ્પણી બાદ વિવાદમાં આવી ગયેલી અભિનેત્રી અને મૉડલ ખુશી મુખર્જી (Khushi Mukherjee) વિરુદ્ધ સૂર્યકુમારના સમર્થક ફૈઝાન અન્સારી (Faizan Ansari)એ 100 કરોડ રૂપિયાનો માનહાનિનો દાવો કર્યો છે.
આ કિસ્સા સંબંધિત ફરિયાદ ગાઝીપુર પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવી છે. જોકે ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (એફઆઇઆર) નોંધવામાં આવ્યા વિશે કોઈ સ્પષ્ટતા નથી થઈ.
આપણ વાચો: કોણ છે ખુશી મુખર્જી? જેણે સૂર્યકુમાર યાદવ વિશે કર્યો મોટો ખુલાસો, જાણી લો તેનો વિવાદાસ્પદ ઈતિહાસ…
ખુશી મુખર્જીએ ટિપ્પણીમાં શું કહ્યું હતું?
ખુશી મુખર્જીએ થોડા દિવસના પહેલાં દાવામાં કહ્યું હતું કે ` હું કોઈ પણ ક્રિકેટરને ડેટ કરવા નથી માગતી. ઘણા ક્રિકેટરો મારી પાછળ પડ્યા છે. સૂર્યકુમાર યાદવ અગાઉ મને ઘણી વાર મૅસેજ કરતો હતો, પણ હવે અમારી વચ્ચે વધુ વાતચીત નથી થતી. હું કોઈ પણ રીતે જોડાવા નથી માગતી. મારા નામ સાથે જોડાતા કોઈ પણ પ્રકારના લિન્ક-અપ મને પસંદ નથી.’
Suryakumar Yadav files 100cr defamation case on Khushi Mukherjee for this
— D (@Deb_livnletliv) January 14, 2026
pic.twitter.com/dhO0NgmAqk
સૂર્યાના ચાહકનો શું આરોપ છે?
ફૈઝાન અન્સારીનો આરોપ છે કે ખુશી મુખર્જીએ જાણી જોઈને સૂર્યકુમાર યાદવ વિશે ટિપ્પણી કરી હતી. આવી કમેન્ટથી રાષ્ટ્રીય સ્તરના આ ખેલાડીની છબિને નુકસાન થઈ શકે છે. આ ટિપ્પણી ખુશીએ કંઈ પણ પ્રકારના પુરાવા વિના તથા બદઇરાદાથી કરી હતી.’
આપણ વાચો: T20 વર્લ્ડ કપ પહેલા કેપ્ટન સૂર્યકુમાર યાદવની પણ છુટ્ટી થઈ શકે છે! BCCIએ આપી ચેતવણી
ખુશીએ કયો ખુલાસો આપ્યો હતો?
ખુશી મુખર્જીએ સૂર્યકુમાર વિશેની પોતાની ટિપ્પણીને લઈને વિવાદ વધતાં એક જાણીતી ટીવી ચૅનલ સાથેની વાતચીતમાં ખુલાસામાં જણાવ્યું હતું કે ` સૂર્યકુમાર યાદવ સાથે તેનું ક્યારેય પણ કોઈ પણ પ્રકારની રૉમેન્ટિક રિલેશનશિપ નહોતી અને મારી કમેન્ટને ખોટી રીતે રજૂ કરવામાં આવી છે. મારી ટિપ્પણીને ખોટી રીતે ચગાવવામાં આવી છે જેને લીધે ગેરસમજ ફેલાઈ છે.’
ખુશીએ એવો પણ દાવો કર્યો છે કે એ સમયગાળા દરમ્યાન મારું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હૅક થયું હતું. અગાઉ સૂર્યકુમાર સાથે મારી વાતચીત માત્ર દોસ્તી સુધી સીમિત હતી, પણ હવે અમારી વચ્ચે કોઈ સંપર્ક નથી. વિવાદ પછી પણ સૂર્યકુમાર સાથે મારી કોઈ વાતચીત નથી થઈ.’
આપણ વાચો: સૂર્યકુમાર યાદવ આ માથાના દુખાવાને કેમ સારો કહેવડાવે છે?
સૂર્યકુમાર વિશે થોડું જાણીએ…
સૂર્યકુમાર અશોક યાદવ 35 વર્ષનો છે. તેનો જન્મ સપ્ટેમ્બર 1990માં મુંબઈમાં થયો હતો. રાઇટ-હૅન્ડ બૅટ્સમૅન સૂર્યકુમાર ભારતની ટી-20 ટીમનો કૅપ્ટન છે. તેના સુકાનમાં ટીમ ઇન્ડિયા સિરીઝો જીતી રહી છે, પણ હાલમાં તે બૅટિંગમાં સારા ફૉર્મમાં નથી. ભારત વતી તે 99 ટી-20, 37 વન-ડે અને એક ટેસ્ટ રમ્યો છે.
તેણે કુલ ચાર સેન્ચુરી અને પચીસ હાફ સેન્ચુરીની મદદથી કુલ 3,500થી વધુ રન કર્યા છે. આઇપીએલમાં તે કોલકાતા નાઇટ રાઇડર્સ વતી રમી ચૂક્યો છે અને ઘણા વર્ષોથી મુંબઈ ઇન્ડિયન્સની ટીમમાં છે. સૂર્યકુમારે જુલાઈ, 2016માં ડાન્સર અને ડાન્સિંગની કોચ દેવિશા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા.
ખુશીનું બૅકગ્રાઉન્ડ શું છે? તેણે કોના પર આરોપ મૂકેલો?
ખુશી મુખર્જી 29 વર્ષની છે. 1996માં કોલકાતામાં તેનો જન્મ થયો હતો. 2013માં તેણે તમિળ ફિલ્મ અંજલ થુરાઇ'ના અભિનય સાથે ફિલ્મ કારકિર્દી શરૂ કરી હતી. તમિળ તથા તેલુગુ ફિલ્મોમાં અભિનય આપવા ઉપરાંત તેણે હિન્દી ફિલ્મ શૃંગાર’માં પણ ભૂમિકા ભજવી હતી.
એમટીવીના એક રિયલિટી શૉ સાથે તે વધુ ફેમસ થઈ હતી અને ટીવી પર બાલવીર રિટર્ન્સ'માં જ્વાલા પરીના પાત્રમાં તથા કહત હનુમાન જય શ્રી રામ’ જેવા શૉમાં પણ જોવા મળી હતી. વેબ સિરીઝમાં ભૂમિકાઓ ભજવવા બદલ પણ તે ચર્ચામાં રહી છે.
2015માં ખુશીએ ભોપાલની એક હોટેલના સગીર વયના કર્મચારી પર આરોપ મૂક્યો હતો તે હોટેલની રૂમમાં સૂઈ ગઈ હતી ત્યારે આ કર્મચારીએ તેની સાથે છેડછાડ કરી હતી. એક ન્યૂઝ ચૅનલના લાઇવ શૉમાં ખુશીએ એ આરોપીને થપ્પડ મારી ત્યારે એ મામલો ખૂબ ચગ્યો હતો. જોકે હોટેલના મૅનેજમેન્ટે ખુશીના આરોપને ખોટા ગણાવતાં જણાવ્યું હતું કે ખુશી નશાની હાલતમાં હતી અને કર્મચારી તેને તેના રૂમમાં પલંગ સુધી પહોંચાડવા માટે જ તેના રૂમમાં ગયો હતો.’



