ગઈકાલે સિરીઝ જીતીને ટ્રોફી હાથમાં આવતા જ કેપ્ટન સૂર્યકુમારે કર્યું કંઈક એવું કે…
ગઈકાલે ઓસ્ટ્રેલિયા સામેની T-20ની પાંચમી અને છેલ્લી મેચમાં જીત હાંસિલ કરીને 4-1થી સિરીઝ પોતાના નામે કરી દીી છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન તરીકે સૂર્યકુમાર યાદવની આ પહેલી T-20 સિરીઝ હતી અને આ સિરીઝમાં પણ ટ્રોફી મળ્યા બાદ કેપ્ટન સૂર્યકુમારે કંઈક એવું કર્યું હતું કે જેને કારણે તે સોશિયલ મીડિયા પર છવાઈ ગયો હતો અને એટલું જ નહીં પણ તેણે લોકોને ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન કૂલ એમ. એસ. ધોનીની યાદ આવી ગઈ હતી. લોકો સોશિયલ મીડિયા પર પેટભરીને ટીમ ઈન્ડિયાના કેપ્ટન સૂર્યકુમારના વખાણ પણ કરી રહ્યા છે.
વાત જાણે એમ છે કે સિરીઝ જિત્યા બાદ જ્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવને ટ્રોફી આપવામાં આવી તો તેમણે ટીમ ઈન્ડિયા ભૂતપૂર્વ કેપ્ટન કૂલ એમ. એસ. ધોની દ્વારા શરૂ કરવામાં આવેલી પરંપરાને કાયમ રાખીને સિરીઝમાં શાનદાન પ્રદર્શન કરનારા યંગ પ્લેયરને ટ્રોફી સોંપી હતી. સૂર્યકુમારના આ સ્વીટ ગેસ્ચરના નેટિઝન્સ ખૂબ જ વખાણ કરી રહ્યા છે અને તેનો વીડિયો વાઈરલણ થઈ રહ્યો છે.
વીડિયોમાં એવું પણ જોવા મળી રહ્યું છે કે ટ્રોફી લઈને સૂર્યા સીધો રિંકુ સિંહ અને જિતેશ શર્મા પાસે પહોંચી ગયો હતો અને રિંકુ અને જિતેશે પણ સાથે મળીને ટ્રોફી ઉઠાવી હતી અને એ સમયે બંને જણ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા હતા. જ્યાં જિતેશ શર્માએ બે મેચમાં છેલ્લે છેલ્લે પણ નાની પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ ઈનિંગ રમી હતી. જ્યારે બીજી બાજુ રિંકુએ પોતાની મેચ ફિનિશિંગ સ્કિલથી લોકોને પ્રભાવિત કર્યા હતા.
મેચ બાદ સૂર્યકુમાર યાદવે ટીમ ઈન્ડિયાની જીત બાદ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ એક સારી સિરીઝ હતી અને જે રીતે ટીમના દરેક પ્લેયરે પોતાની ગેમ દેખાડી છે એ ખરેખર વખાણને લાયક છે. અમે કોઈ પણ પ્રકારના ડર્યા વગર રમવા માગતા હતા અને મેં દરેક ખેલાડીને કહ્યું હતું કે જે પણ યોગ્ય લાગે એ કરે અને બસ ગેમનો આનંદ ઉઠાવો. ખેલાડીએ ઠીક એવું જ કર્યું. હું ખૂબ જ ખુશ છું.
આગળ તેણે એવું પણ કહ્યું હતું કે સિરીઝ જિતીને મને ખૂબ જ સારું લાગી રહ્યું છે. લાઈફમાં એક નવો એંગલ આવ્યો છે. T-20 મેચ માટે એવું કહેવાય છે કે આ બેટ્સમેનની મેચ છે, પણ બેટ્સમેન મેચ જિતાડે છે જ્યારે બોલર્સ તો તમને આખેઆખી સિરીઝ જિતાડે છે.