સ્પોર્ટસ

સૂર્યકુમાર મુંબઈની ટીમ નથી છોડવાનોઃ એમસીએ

તિલક વર્મા હૈદરાબાદની ટીમ છોડીને ગોવામાં જોડાઈ રહ્યો હોવાની અફવા પણ ખોટી

મુંબઈઃ સૂર્યકુમાર યાદવ મુંબઈની ટીમ છોડીને આગામી રણજી સીઝનમાં ગોવા વતી રમશે એવા અહેવાલોને મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશન (MCA)એ આજે રદિયો આપ્યો હતો અને જણાવ્યું હતું કે સૂર્યકુમાર (SURYAKUMAR YADAV) મુંબઈની ટીમ સાથે જ જોડાયેલો રહેશે.

પીટીઆઇના અહેવાલ અનુસાર કહેવાય છે કે યશસ્વી જયસ્વાલે મુંબઈ (MUMBAI)ની ટીમમાં કેટલાક સિનિયર ખેલાડીઓ સાથેના કથિત મતભેદોને લીધે મુંબઈની ટીમ છોડી દીધી છે અને ગોવાની ટીમમાં જોડાઈ ગયો છે.

આ પણ વાંચો: મુંબઈની ટીમને યશસ્વીની બાય-બાય!

ફરી સૂર્યકુમારની વાત કરીએ તો તેણે પોતે જ એક્સ' પર પોતાના હૅન્ડલ પર ખુલાસો કર્યો છે અને પોતે મુંબઈની ટીમ છોડી રહ્યો હોવાની અટકળને ખોટી ગણાવી છે. એમસીએના સેક્રેટરી અભય હડપે એક નિવેદનમાં જણાવ્યું હતું કેસોશિયલ મીડિયામાં સૂર્યકુમાર વિશે જે અફવા ફેલાઈ છે એનાથી એમસીએ વાકેફ છે. એમસીએના અધિકારીઓએ સવારે જ સૂર્યકુમાર સાથે વાતચીત કરી જેમાં સૂર્યકુમારે આ અફવાને પૂર્ણપણે પાયા વગરની અને ખોટી ગણાવી હતી.’

અભય હડપે એવું પણ જણાવ્યું હતું કે `અમે દરેકને વિનંતી કરીએ છીએ કે ખોટી માહિતી ફેલાવવાથી દૂર રહો અને અમારા ખેલાડીઓને સપોર્ટ આપો, કારણકે તેઓ સતતપણે મુંબઈ ક્રિકેટ ઍસોસિયેશનને યોગદાન આપી રહ્યા છે.’

દરમ્યાન તિલક વર્મા કે જે રણજી ટ્રોફીમાં હૈદરાબાદ વતી રમે છે તે ગોવાની ટીમમાં જોડાઈ રહ્યો છે એવી અફવા પણ ખોટી હોવાનું જાણવા મળ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button