હૈદરાબાદ કદાચ આ પાંચ ખેલાડીઓને રીટેન કરશે, ક્લાસેનને 23 કરોડ અપાશે?
જાણો, સનરાઇઝર્સ બીજા કોને કેટલા રૂપિયામાં જાળવી રાખશે

હૈદરાબાદ: આઇપીએલ-2025 પહેલાંના મેગા ઑક્શનનો દિવસ હવે બહુ દૂર નથી ત્યારે 2024ની સીઝનની સૌથી દમદાર અને સૌથી લોકપ્રિય ટીમ સનરાઇઝર્સ હૈદરાબાદના કૅમ્પમાંથી સમાચાર મળ્યા છે કે આ ફ્રૅન્ચાઇઝી હિન્રિચ ક્લાસેન, કૅપ્ટન પૅટ કમિન્સ તેમ જ ધમાકેદાર ઓપનર અભિષેક શર્માને રીટેન કરશે એ મોટા ભાગે નક્કી જ છે, બીજા દમદાર ઓપનર ટ્રેવિસ હેડ અને ઑલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડીને પણ સ્ક્વૉડ બનાવતાં પહેલાં જાળવી રાખવામાં આવશે એ પણ મોટી સંભાવના છે. એમાં પણ ખાસ કરીને ક્લાસેનને (પ્રથમ રીટેન્શન તરીકે) 2025ની સીઝન રમવાના 23 કરોડ રૂપિયા જેટલા અપાશે એવું મનાય છે. બીસીસીઆઇએ તાજેતરમાં જ જાહેર કર્યું હતું કે
એક જાણીતી ક્રિકેટ-વેબસાઇટના અહેવાલ અનુસાર કમિન્સને 18 કરોડ રૂપિયા તથા અભિષેક શર્માને 14 કરોડ રૂપિયા આપવામાં આવશે. અભિષેક છેલ્લી ત્રણ સીઝનમાં 6.50 કરોડ રૂપિયા કમાયો હતો.
કમિન્સને 2024ની આઇપીએલ પહેલાં 20.5 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો. એ જોતાં, આગામી સીઝનમાં તેને ઓછી રકમ મળશે.
આ પણ વાંચો : નીતિશ, રિન્કુ, હાર્દિકની આઇપીએલ સ્ટાઇલ-બૅટિંગ…
તમામ ફ્રૅન્ચાઇઝીએ 31મી ઑક્ટોબર સુધીમાં પોતે કયા ખેલાડીઓને રીટેન કરવાના છે એની યાદી આપી દેવી પડશે. ટ્રેવિસ હેડ અને નીતિશ રેડ્ડીને પણ રીટેન કરવામાં આવશે એવી પાકી સંભાવના છે.
ઉલ્લેખનીય છે કે બીસીસીઆઇએ પાંચ રીટેન્શન માટે આ મુજબના કૉન્ટ્રૅક્ટ મની જાહેર કર્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો પહેલા પાંચ ખેલાડીને રીટેન્શન મની તરીકે ઓછામાં ઓછી આટલી રકમ આપવી જ પડશે: રીટેન થનાર પ્રથમ પ્લેયરને 18 કરોડ રૂપિયા, બીજા પ્લેયરને 14 કરોડ રૂપિયા, ત્રીજા પ્લેયરને 11 કરોડ રૂપિયા. ત્યાર પછીના બે પ્લેયરને 18 કરોડ રૂપિયા અને 14 કરોડ રૂપિયા.