અરે ભાઈ! ક્રિકેટ વિશે અમને ક્યાં કંઈ આવડે છે?ઃ સુનીલ ગાવસકર…
બૅટિંગ લેજન્ડે રોહિત શર્માની કમેન્ટને પર્સનલી લીધી અને પ્રતિક્રિયા આપી
સિડનીઃ રોહિત શર્માએ ટેસ્ટમાંથી પોતાના સંભવિત રિટાયરમેન્ટ વિશે તાજેતરની કમેન્ટમાં ટીવી પર કેટલાક લોકો શું કહે છે કે કોણ શું લખે છે એને આધારે કંઈ હું નિવૃત્તિ નથી લેવાનો, હું સમજદાર છું અને ઘણું રમ્યો છું’ એવું જે કહ્યું એને બૅટિંગ-લેજન્ડ સુનીલ ગાવસકરે અંગત રીતે લઈ લીધું છે.
આ પણ વાંચો : રોહિત-વિરાટે કરોડો રૂપિયાના કૉન્ટ્રૅક્ટ કર્યા છે, હમણાં ઓચિંતી શાની નિવૃત્તિ લે!
શું ભારતીય ખેલાડીઓએ કોઈ પણ ટૂર પહેલાં ઘરઆંગણે મૅચો રમીને તૈયારીઓ કરવી જોઈએ? એવા જાણીતી ચૅનલ પર પૂછવામાં આવેલા સવાલના જવાબમાં (રોહિતને જવાબ આપવાના ઇશારામાં) ગાવસકરે કહ્યું, અમે કોણ? ક્રિકેટ શું છે એ અમે શું જાણીએ? અમને તો કંઈ જ્ઞાન જ નથીને! અમને ક્યાં કંઈ આવડે છે? અમે તો માત્ર ટીવી-પ્રસારણ માટે અને પૈસા ખાતર બોલતા હોઈએ છીએ. અમને સાંભળતા જ નહીં. અમે તો કંઈ જ નથી.
એક કાને સાંભળીને બીજા કાનમાંથી કાઢી નાખજો, બસ?’ રોહિતને જ્યારે તેના રિટાયરમેન્ટ વિશેની અટકળો બાબતમાં શનિવારે ચૅનલના હોસ્ટ દ્વારા પૂછવામાં આવ્યું ત્યારે તેણે કહ્યું,અરે ભાઈ, મૈં કહીં નહીં જા રહા હૂં. જેમ મેં કહ્યું કે મેં આ જે નિર્ણય લીધો છે એ કોઈ નિવૃત્તિનો નિર્ણય નથી કે નથી હું આ ગેમમાંથી હટવાનો. લૅપટૉપ, માઇક, પેન કે કાગળ સાથે બેસીને કોઈ માણસ જે કંઈ લખતો હોય કે બોલતો હોય એનાથી કંઈ અમારી લાઇફમાં બદલાવ ન આવે.
અમે આટલા વર્ષોથી રમીએ છીએ એટલે અમારે ક્યારે જવાનું (ક્યારે રિટાયરમેન્ટ લેવાનું) કે અમારે ક્યારે રમવાનું, ક્યારે ટીમની બહાર બેસવાનું કે ક્યારે કૅપ્ટન્સી સંભાળવાની એ બધુ કંઈ આ લોકોએ નક્કી ન કરવાનું હોય. સમજદાર માણસ છું, મૅચ્યોર માણસ છું, બે બાળકોનો બાપ છું, મારી પાસે થોડું તો દિમાગ છે કે લાઇફમાં મારે શું જોઈએ.
આ પણ વાંચો : ભારતની હાર બાદ સુનીલ ગાવસ્કરે કોચિંગ સ્ટાફની ઝાટકણી કાઢી, ગંભીરે સવાલ ઉઠાવ્યા
રોહિતે એવું પણ કહ્યું કે સિડનીમાં સિરીઝની આ છેલ્લી ટેસ્ટમાં ન રમવાનો નિર્ણય મેં પોતે જ લીધો હતો. આ નિર્ણય લેવાનું બહુ કઠિન લાગ્યું, પણ ટીમની જરૂરિયાત જોઈને મેં એ નિર્ણય લીધો. ક્યારેક ટીમની જરૂરિયાત પણ સમજવી પડતી હોય છે. ટીમને પ્રાધાન્ય ન આપો તો શું મતલબ છે!’ રોહિતે પોતાના રિટાયરમેન્ટને લગતી અફવા બાબતમાં વધુમાં કહ્યું,અમને અફવાની અસર નથી થતી હોતી. અમે (ખેલાડીઓ) પોલાદી મનોબળવાળા છીએ. કેટલીક બાબતો (અટકળો) અમારા અંકુશમાં નથી હોતી.’