એડિલેડ ટેસ્ટમાં જીત બાદ ઓસ્ટ્રેલિયન ટીમ માટે સુનીલ ગાવસ્કર આપ્યું મોટું નિવેદન

બ્રિસ્બેનઃ બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં ભારતની જીત પછી બીજી ટેસ્ટમાં ધબડકા પછી હવે ત્રીજી ટેસ્ટ રમવામાં આવશે ત્યારે હરીફ ટીમ માટે પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. પૂર્વ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે કહ્યું હતું કે ગયા અઠવાડિયે એડિલેડમાં પિંક બોલ ટેસ્ટ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયા શનિવારથી અહીં ભારત સામે શરૂ થનારી ત્રીજી ક્રિકેટ ટેસ્ટમાં આત્મવિશ્વાસ સાથે મેદાનમાં ઉતરશે.
ઓસ્ટ્રેલિયાએ પર્થમાં પ્રથમ ટેસ્ટ 295 રને હાર્યા બાદ ડે-નાઈટ ટેસ્ટમાં 10 વિકેટથી જીત મેળવીને પાંચ મેચની બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 1-1થી બરાબર કરી હતી.
ગાવસ્કરે મીડિયા સાથેની વાતીચીતમાં કહ્યું હતું કે , “ભારતીય ટીમે પર્થમાં જે લય મેળવી હતી તે 10 દિવસના બ્રેક પછી ગુમાવી દીધી હતી. હવે જીતની લય ઓસ્ટ્રેલિયા પાસે છે કારણ કે તેણે આ ટેસ્ટ મેચ જીતી લીધી છે.
આપણ વાંચો: એડિલેડ ટેસ્ટ મેચ વિવાદમાં ICCએ મોહમ્મદ સિરાજને ફટકાર્યો દંડ, ટ્રેવિસ હેડને પણ….
તેમણે કહ્યું હતું કે, “તમે એડિલેડ ટેસ્ટના થોડા દિવસો બાદ ગાબામાં રમી રહ્યા છો. તેથી મોમેન્ટમ હવે ઓસ્ટ્રેલિયન ટીમ પાસે છે. ભૂતપૂર્વ સ્પિનર હરભજન સિંહે કહ્યું કે સિડની અને મેલબોર્ન જેવા મેદાન પર રમતા અગાઉ ભારતે ‘ગાબા’ ખાતે જીત મેળવવા માટે શ્રેષ્ઠ ક્રિકેટ રમવાનો પ્રયાસ કરવો જોઈએ.
હરભજને કહ્યું હતું કે “મને લાગે છે કે તેમની (ભારતની) શ્રેષ્ઠ તકો સિડની અને મેલબોર્નમાં હશે. કોઈપણ રીતે જો તમે ગાબા ખાતે સારુ ક્રિકેટ રમો છો તો અને ત્યાં જીતો છો તો તમે મેલબોર્ન અથવા સિડનીમાંની એક મેચ ચોક્કસપણે જીતી શકશો. તેણે કહ્યું કે એડિલેડમાં કારમી હાર છતાં ભારત શ્રેણીમાં વાપસી કરવાની ક્ષમતા ધરાવે છે.