સ્પોર્ટસ

શનિવારે બીજા મુકાબલામાં સ્ટાર્ક-કમિન્સ વચ્ચે કશમકશ

કોલકાતા: ઑસ્ટ્રેલિયાનો ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્ક આઇપીએલના ઇતિહાસનો સૌથી મોંઘો 24.75 કરોડ રૂપિયાવાળો ખેલાડી છે અને શનિવારે સાંજના મુકાબલામાં તેની અને તેના જ દેશના પૅટ કમિન્સ વચ્ચે ચડિયાતા પુરવાર થવાની રસાકસી જોવા મળશે. સ્ટાર્ક કોલકાતા નાઇટ રાઇડર્સનો મુખ્ય ફાસ્ટ બોલર છે, જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદે 20.50 કરોડ રૂપિયામાં ખરીદેલો ફાસ્ટ બોલર પૅટ કમિન્સ આ ટીમનો કૅપ્ટન છે.

શનિવારે સાંજે 7.30 વાગ્યાથી ઈડન ગાર્ડન્સમાં રમાનારી મૅચમાં સ્ટાર્ક આ પહેલી જ મૅચથી પોતાના મૂલ્યને ખરો ઠરાવવાની કોશિશમાં જોવા મળશે, જ્યારે કમિન્સ 2023 અને 2024માં સૌથી સફળ કૅપ્ટન તરીકે પોતાની જે ગણતરી થાય છે એને યથાર્થ ઠરાવવાનો પ્રયત્ન કરશે.

બીજી તરફ, કોલકાતાના કૅપ્ટન શ્રેયસ ઐયરે ઈજામુક્ત થયા પછી અને ડોમેસ્ટિક ક્રિકેટને અવગણવાના અભિગમને ત્યજી દીધા પછી મુંબઈનું 42મું રણજી ચૅમ્પિયનપદ માણ્યું હતું અને હવે આઇપીએલમાં અસરદાર કૅપ્ટન્સી અને દમદાર બૅટિંગ પર્ફોર્મન્સ પર બધુ ધ્યાન કેન્દ્રિત કરશે.

કોલકાતા પાસે ગુરબાઝ, ફિલ સૉલ્ટ, વેન્કટેશ ઐયર, નીતિશ રાણા, મનીષ પાન્ડે, રુધરફર્ડ તેમ જ રસેલ, રિન્કુ તેમ જ સુનીલ નારાયણ, કેએસ ભરત, ચેતન સાકરિયા, ચમીરા, વરુણ, મુજીબ અને સુયશ શર્મા જેવા ભરોસાપાત્ર ખેલાડીઓ છે તો હૈદરાબાદ પાસે માર્કરમ, ટ્રેવિસ હેડ, રાહુલ ત્રિપાઠી, ગ્લેન ફિલિપ્સ, ક્લાસેન, મયંક અગરવાલ તેમ જ ફઝલ ફારુકી, જયદેવ, આકાશ સિંંહ, ઉમરાન મલિક, નીતિશ રેડ્ડી, મયંક માર્કન્ડ, ભુવનેશ્ર્વર, અનમોલપ્રીત સિંહ, વૉશિંગ્ટન સુંદર, શાહબાઝ અહમદ વગેરે છે.

બન્ને ટીમ વચ્ચે પચીસ મૅચ રમાઈ છે જેમાંથી સોળ કોલકાતાએ અને નવ હૈદરાબાદે જીતી છે. એકમેક સામેના પર્ફોર્મન્સમાં કોલકાતાનો હાઈએસ્ટ સ્કોર 205 અને હૈદરાબાદનો 228 રન છે. એ જ પ્રમાણે કોલકાતાનો લોએસ્ટ સ્કોર 101 રન અને હૈદરાબાદનો 115 રન છે.

2023ની આઇપીએલમાં બન્ને ટીમે એકમેક સામે એક વિજય મેળવ્યો હતો.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો આ અભિનેત્રીઓ પણ વેઠી ચૂકી છે બ્રેસ્ટ કેન્સરનું દર્દ