ટેસ્ટમાંથી નિવૃત્તિ લેવાનો કોહલીનો નિર્ણય ખોટો હતો? ભારતીય ટીમના ખરાબ પ્રદર્શન બાદ ચર્ચા…

મુંબઈ: ગુવાહાટીમાં દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમની જીતની શક્યતા નજીવી છે, મેચ ડ્રો કરવી પણ ભારતીય ટીમ માટે અત્યંત મુશ્કેલ જણાઈ રહ્યું છે. જો ભારતીય ટીમ હારશે તો છેલ્લા એક વર્ષમાં ઘરઆંગણે ભારતીય ટીમનું બીજી વાર વ્હાઇટવોશ થશે. આ સ્થિતિમાં ભારતીય ક્રિકેટ ચાહકોને દિગ્ગજ બેટર વિરાટ કોહલીની યાદી આવી રહી છે. ક્રિકેટ ચાહકોના મત મુજબ વિરટે ટેસ્ટ ક્રિકેટ માંથી નિવૃત્તિ લેવી જોઈતી ન હતી.
ભૂતપૂર્વ ક્રિકેટર શ્રીવત્સ ગોસ્વામીએ આ ચર્ચા છેડી છે. X પર એક પોસ્ટ કરીને તેમણે લખ્યું કે કોહલીએ ODI ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવી જોઈતી હતી અને ટેસ્ટ ક્રિકેટર રમતા રહેવું જોઈતું હતું. તેમણે કહ્યું કે ટેસ્ટ ફોર્મેટમાં તેની ઉર્જા, જુસ્સો અને જીતની માનસિકતાની કમી વર્તાઈ રહી છે. એક સમયે વિરાટે ટીમમાં આ ગુણો કેળવ્યા હતાં.
ટીમમાં વિરાટની કમી વર્તાઈ રહી છે:
શ્રીવત્સ ગોસ્વામીએ લખ્યું,”વિરાટે ODI રમવાનું છોડી દેવું જોઈતું હતું અને ટેસ્ટ ક્રિકેટ રમવાનું ચાલુ રાખવું જોઈતું હતું. ટેસ્ટ ક્રિકેટમાં તેની યાદ આવી રહી છે. તે ટીમમાં નવી ઉર્જા લાવ્યો હતો, તેણે ખેલાડીઓને દેશ માટે રમવાનો પ્રેમ અને જુસ્સો અપાવ્યો હતો, જ્યાં તેણે ટીમને વિશ્વાસ અપાવ્યો હતો કે તેઓ કોઈપણ સ્થિતિમાં જીતી શકે છે.”
શ્રીવત્સ ગોસ્વામીએ લખ્યું, “વિરાટ કોહલીના નેતૃત્વ હેઠળની ટીમમાં જીતવાની જે માનસિકતા અને આગ હતી તે આ ટીમમાં ખૂટે છે.”
કોહલીના નિર્ણયે સૌને ચોંકાવ્યા હતાં:
આ વર્ષે ભારતીય ટીમના ઇંગ્લેન્ડ પ્રવાસ પહેલા મે મહિનામાં કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરીને ચાહકોને ચોંકાવી દીધા હતાં. તેના પાંચ દિવસ પહેલા જ રોહિત શર્માએ ક્રિકેટ ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. આ બંને દિગ્ગજો ખેલાડીઓએ ગત વર્ષે ગત વર્ષે T20I ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી અને હાલ બંને ફક્ત ODI ક્રિકેટમાં જ રમે છે. બંને ODI વર્લ્ડ કપ 2027 સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમતા રહેશે, ત્યાર બાદ બંને આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી શકે છે.
આ પણ વાંચો…કૅપ્ટન બન્યા પછી ગિલ પહેલી વાર રોહિતને મળ્યો, કોહલીએ કર્યું આવું વેલકમ…



