સ્પોર્ટસ

ઝિમ્બાબ્વે વિરુદ્ધ ટી-૨૦ સિરીઝ માટે શ્રીલંકન ટીમની જાહેરાત, હસરંગા હશે કેપ્ટન

કોલંબો: શ્રીલંકા અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ ટી-૨૦ મેચોની શ્રેણી રમાશે. આ શ્રેણી માટે શ્રીલંકન ટીમના ખેલાડીઓના નામની જાહેરાત કરવામાં આવી છે. આ ટીમની કેપ્ટનશિપ ઓલરાઉન્ડર વાનેન્દુ હસરંગાને સોંપાઇ છે. આ રીતે હસરંગા પ્રથમ વખત શ્રીલંકન ટીમની કેપ્ટનશિપ કરશે. આ સિવાય ૧૫ ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. સાથે જ અનુભવી ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુઝની વાપસી થઈ છે.

તાજેતરમાં જ વન-ડે વર્લ્ડ કપમાં ઇજાગ્રસ્ત ખેલાડીની જગ્યાએ એન્જેલો મેથ્યુઝને બેકઅપ પ્લેયર તરીકે ટીમમાં સામેલ કરાયો હતો. સિવાય કુસલ મેન્ડિસ, કુસલ પરેરા, સાદિરા સમરવિક્રમા અને પથુમ નિસાન્કાને સ્થાન મળ્યું છે. આ સિરીઝમાં હસરંગા ટીમનો કેપ્ટન હશે જ્યારે ચરિથ અસલંકા વાઇસ કેપ્ટનની ભૂમિકામાં હશે. ધનંજય ડી સિલ્વા અને મેથ્યુસ ઉપરાંત આ ટીમમાં ઓલરાઉન્ડર તરીકે દાસુન શનાકા, હસરંગા અને કામિન્દુ મેન્ડિસ છે. ફાસ્ટ બોલિંગ આક્રમણનું નેતૃત્વ દિલશાન મદુશંકા અને દુષ્મંથા ચમીરા કરશે. આ સિવાય ફાસ્ટ બોલર તરીકે નુવાન તુશારા અને મથિશા પથિરાના પણ છે. નોંધનીય છે કે શ્રીલંકા અને ઝિમ્બાબ્વે વચ્ચે ત્રણ મેચની ટી-૨૦ સિરીઝ રમાશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ડાયાબિટસના દર્દીઓએ મેથીના દાણા કે મેથીનું પાણી પીવું ફાયદાકારક છે નહીં? સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ…