સ્પોર્ટસ

આઈપીએલની મેચ વચ્ચે શ્રી લંકાના બેટરે ટેસ્ટમાં રચ્યો ઈતિહાસ, 147 વર્ષમાં પહેલી વખત બન્યું

સિલહટઃ ભારતના ઘરઆંગણે રમાઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની મેચ વચ્ચે તાજેતરમાં શ્રી લંકાના બેટરે ટેસ્ટ મેચમાં ભવ્ય ઈતિહાસ રચ્યો હતો. અહીં રમાયેલી બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં 328 ભવ્ય જીત મેળવી હતી. પહેલી ટેસ્ટ મેચમાં શ્રી લંકા તરફથી ફાસ્ટ બોલર કાસુન રજીથાએ બીજી ઇનિંગમાં 56 રનમાં 5 વિકેટ ઝડપી હતી. શ્રી લંકાએ મંગળવારે અહીં બીજી ઇનિંગ્સમાં બાંગ્લાદેશને 182 રનમાં આઉટ કરીને પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં 328 રનના મોટા માર્જિનથી જીત નોંધાવી હતી, જ્યારે એક જ મેચમાં બે પ્લેયરે સદી ફટકારવાનો નવો ઈતિહાસ રચ્યો હતો.

બાંગ્લાદેશને જીતવા માટે 511 રનનો ટાર્ગેટ મળ્યો હતો. પરંતુ ટીમ બીજી ઇનિંગમાં 182 રન જ કરી શકી હતી. શ્રી લંકાએ મેચના ચોથા દિવસે જીત નોંધાવીને બે મેચની શ્રેણીમાં 1-0ની લીડ મેળવી લીધી છે.

આપણ વાંચો: SL VS AFG: અફઘાનિસ્તાન વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે શ્રી લંકાની ટીમની જાહેરાત

રજીથાએ પહેલા દાવમાં 56 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. આ રીતે તેણે મેચમાં 112 રન આપીને 8 વિકેટ ઝડપી હતી, જે તેની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. તેના સિવાય વિશ્વા ફર્નાન્ડોએ બીજા દાવમાં ત્રણ અને લાહિરુ કુમારાએ બે વિકેટ ઝડપી હતી.

બાંગ્લાદેશ તરફથી માત્ર મોમિનુલ હક થોડી લડત આપી શક્યો. તેણે 148 બોલમાં 87 રન કર્યા હતા, જેમાં 12 ફોર અને 1 સિક્સર ફટકારી હતી.

પહેલી બેટિંગ કરતા શ્રી લંકાએ પ્રથમ દાવમાં 280 રન કર્યા હતા જેના જવાબમાં બાંગ્લાદેશ 188 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. શ્રી લંકાએ તેની બીજી ઇનિંગમાં 418 રન કરીને બાંગ્લાદેશ માટે મુશ્કેલ લક્ષ્યાંક આપ્યો હતો. બંને ઇનિંગ્સમાં સદી ફટકારનાર ધનંજય ડી સિલ્વા (102 અને 108)ને મેન ઓફ ધ મેચ એવોર્ડ અપાયો હતો.

અહીં એ જણાવવાનું કે ટેસ્ટ ક્રિકેટના ઈતિહાસમાં પહેલી વખત એવું બન્યું હતું કે સાતમા ક્રમના બેટરે બંને ઈનિંગમાં સેન્ચુરી ફટકારી હતી. કમિંડુ મેન્ડિસે પહેલી ઈનિંગમાં સાતમા (127 બોલમાં 102) અને બીજી ઈનિંગમાં આઠમા ક્રમે (237 બોલમાં 164 રન) રમીને એક જ મેચમાં બે ખેલાડીએ સદી ફટકારી છે, જ્યારે ધનંજય ડી સિલ્વાએ 102 અને 108 રન બનાવ્યા હતા. સંજોગની વાત એ છે કે બંને બેટરે લોઅર ઓર્ડરમાં રમીને ટેસ્ટ મેચમાં શ્રી લંકાની ટીમવતી નવો ઈતિહાસ રચ્યો છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button