સ્પોર્ટસ

શ્રીલંકાએ 10 વર્ષ પછી ઇંગ્લેન્ડમાં જીતી ટેસ્ટ, પણ સિરીઝ હાર્યું

લંડનઃ શ્રીલંકાએ ઇગ્લેન્ડને સીરિઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં આઠ વિકેટથી હાર આપી હતી. આ સાથે ઇગ્લેન્ડની ટીમે ત્રણ મેચની ટેસ્ટ સીરિઝ 2-1થી જીતી લીધી હતી. ઈંગ્લેન્ડે સીરિઝની શરૂઆતની બંને મેચ જીતીને સીરીઝ પર કબ્જો કરી લીધો હતો. જ્યારે શ્રેણીની ત્રીજી અને છેલ્લી ટેસ્ટ મેચ 6 સપ્ટેમ્બરથી રમાઈ હતી, જેના ચોથા દિવસે શ્રીલંકાએ આ મેચ 8 વિકેટે જીતી લીધી હતી, જે નિરંતર હાર પછી લગભગ દસ વર્ષ પછી મળી હતી.

શ્રીલંકાની ટીમે 10 વર્ષ બાદ ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ મેચ જીતી છે. આ પહેલા જૂન 2014માં શ્રીલંકાએ લીડ્ઝ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 100 રનથી હરાવ્યું હતું. એકંદરે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ મેચોમાં શ્રીલંકાની આ ચોથી જીત છે. પ્રથમ ટેસ્ટ ઓગસ્ટ 1998માં અને બીજી ટેસ્ટ જૂન 2006માં જીતી હતી.

મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમે પ્રથમ દાવમાં 325 રન કરી શકી હતી. જવાબમાં શ્રીલંકાની ટીમ 263 રન જ કરી શકી હતી. આ સાથે ઈંગ્લેન્ડની ટીમને પ્રથમ દાવમાં 62 રનની લીડ મળી હતી. આ પછી ઈંગ્લેન્ડની ટીમ બીજા દાવમાં માત્ર 156 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. જેના કારણે બીજા દાવમાં શ્રીલંકાને જીતવા માટે માત્ર 219 રનનો ટાર્ગેટ મળ્યો હતો.

આ પણ વાંચો : અફઘાનિસ્તાન સામે ન્યૂ ઝીલૅન્ડ વર્લ્ડ કપની હારનો બદલો લેશે?

જવાબમાં શ્રીલંકાની ટીમે ચોથા દિવસે જ 2 વિકેટ ગુમાવીને મેચ જીતી લીધી હતી. બીજી ઇનિંગમાં શ્રીલંકા તરફથી ઓપનર પથુમ નિસંકાએ 127 રનની અણનમ ઇનિંગ રમી હતી. જ્યારે એન્જેલો મેથ્યુસે અણનમ 32 રન કર્યા હતા. તેમના સિવાય દિમુથ કરુણારત્નેએ 8 રન અને કુસલ મેન્ડિસે 39 રન કર્યા હતા.

વિકેટકીપર બેટ્સમેન જેમી સ્મિથે બીજી ઇનિંગમાં ઇંગ્લેન્ડ તરફથી સૌથી વધુ 67 રનની ઇનિંગ રમી હતી. જેમી સ્મિથ સિવાય ડેનિયલ લોરેન્સે 35 રન કર્યા હતા. જેમી સ્મિથ અને ડેનિયલ લોરેન્સ સિવાય કોઈ બેટ્સમેન લાંબો સમય ક્રિઝ પર ટકી શક્યો નહોતો. ત્રીજા દિવસે શ્રીલંકાના બોલરોએ શાનદાર બોલિંગનું પ્રદર્શન કર્યું હતું. શ્રીલંકા તરફથી લાહિરુ કુમારાએ સૌથી વધુ ચાર વિકેટ લીધી હતી. લાહિરુ કુમારા સિવાય વિશ્વ ફર્નાન્ડોને ત્રણ વિકેટ મળી હતી.

હવે છેલ્લી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને હરાવીને શ્રીલંકાની ટીમે જોરદાર છલાંગ લગાવી છે. તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પાંચમા નંબર પર પહોંચી ગઇ છે. આ મેચ પહેલા શ્રીલંકાની પીસીટી 33.33 હતી, જે અચાનક વધીને 42.85 થઈ ગઈ છે. પહેલા ટીમ સાતમા નંબર પર હતી પરંતુ હવે તે ટોપ 5માં પહોંચવામાં સફળ રહી છે.

શ્રીલંકા સામે હાર્યા બાદ ઈંગ્લેન્ડને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપના પોઈન્ટ ટેબલમાં નુકસાન થયું છે. ઈંગ્લેન્ડ સીરિઝની પ્રથમ બે ટેસ્ટ જીત્યા બાદ 45 પોઇન્ટ સાથે નંબર 5 પર પહોંચી ગઈ હતી, પરંતુ હવે તેને ફરીથી પાછળ ધકેલાઇ ગઇ છે. નીચે આવવું પડશે. આ મેચ પહેલા ઈંગ્લેન્ડની પીસીટી 45 હતી જે હવે ઘટીને 42.18 થઈ ગઈ છે.

Show More

Related Articles

Back to top button
આ રીતે ચલાવો AC,વિજળીનું બિલ ઘટશે તમારી રાશિ પ્રમાણે પ્રસાદ ધરો દુંદાળા દેવને ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી