
નવી દિલ્હી: ક્રિકેટમાં દરેક મેચ એકદમ રાંમાચક હોય છે મેચની શરૂઆતમાં કંઇ ટીમ સારો દેખાવ કરશે તે કહેવું મુશ્કેલ છે કારણકે છેલ્લા બોલે પણ બાજી પલટાઇ જતી હોય છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ અત્યાર સુધી ઘણા પડકારોનો સામનો કરીને ટીમને જીત તરફ લઇ જઇ રહ્યા છે. શ્રીલંકા સામેની મેચમાં પણ પડકારોનો સામનો કરવો પડશે. તેમાંય વળી રોહિતને મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ પણ પસંદ નથી ત્યારે શ્રીલંકા સામે રોહિતે કંઇ કંઇ તૈયારીઓ કરી છે.
ટીમનો કેપ્ટન રોહિત શર્મા પહેલાથી જ ટીમને સજ્જ રાખવા મહેનત કરી રહ્યો છે. તેમાં શ્રીલંકાની ટીમમાં તેમનો અનુભવી ખેલાડી અચાનક પરત ફર્યો છે. અને તે ખેલાડી એટલેકે શ્રીલંકાના પૂર્વ કેપ્ટન એન્જેલો મેથ્યુઝ.
જો કે શરૂઆતમાં મેથ્યુઝને શ્રીલંકાની વર્લ્ડ કપ ટીમમાં સામેલ કરવામાં આવ્યો ન હતો. જ્યારે મથિશા પથિરાના ઈજાગ્રસ્ત થયો ત્યારે મેથ્યુઝ મુખ્ય ટીમમાં સામેલ કરવામાં આવ્યો અને ઈંગ્લેન્ડ સિવાય તે અફઘાનિસ્તાન સામેની મેચમાં પણ રમ્યો છે. મેથ્યુઝે ઈંગ્લેન્ડ સામેની મેચમાં 2 વિકેટ લઈને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
મુખ્ય બાબત એ છે કે મેથ્યુઝે રોહિત શર્માને વનડેમાં સૌથી વધુ સાત વખત આઉટ કર્યો છે. તેમાંથી બે વખત તો મેથ્યુઝે રોહિતને એક પણ રન લેવા દીધો ન હતો અને ચાર વખત તેને ક્લીન બોલ્ડ કર્યો હતો. ત્યારે આ ઓલરાઉન્ડર રોહિત માટે કેટલો ખતરનાક છે.
ડાબા હાથના ફાસ્ટ બોલરોએ હંમેશા રોહિત માટે મુશ્કેલી ઊભી કરી છે. જેમાં શાહીન શાહ આફ્રિદી, મિચેલ સ્ટાર્ક અને ટ્રેન્ટ બોલ્ટ સામેલ છે. આ વર્લ્ડ કપમાં રોહિતે આ ત્રણેયને આસાનીથી માત આપી છે પરંતુ શ્રીલંકાની પાસે દિલશાન મધુશંકાના રૂપમાં એક સારો લેફ્ટ આર્મ ફાસ્ટ બોલર પણ છે. તેણે પણ એકવાર રોહિત શર્માને આઉટ કર્યો છે.
મુંબઈનું વાનખેડે સ્ટેડિયમ રોહિતનું હોમ ગ્રાઉન્ડ છે. તે વર્ષોથી અહીં ક્રિકેટ રમે છે. પરંતુ અહીં ભારતીય કેપ્ટનનો વનડે રેકોર્ડ ખરાબ છે, તેણે અહીં રમાયેલી ત્રણ વનડેમાં માત્ર 46 રન જ બનાવ્યા છે, અને એટલેજ કેપ્ટન રોહિત શર્માનું હોમ ગ્રાઉન્ડ હોવા છતાં તેને ખાસ પસંદ નથી આવતું.