સ્પોર્ટસ

શ્રીલંકા આટલા દાયકે ન્યૂ ઝીલૅન્ડ સામે જીત્યું સિરીઝ, આટલા વખતે સર્વશ્રેષ્ઠ વર્ષ માણ્યું

ગૉલ: શ્રીલંકા ટેસ્ટ-ક્રિકેટમાં સુવર્ણકાળ માણી રહ્યું છે. રવિવારે એક તો એણે ન્યૂ ઝીલૅન્ડ સામે દોઢ દાયકે (15 વર્ષ બાદ) ટેસ્ટ-શ્રેણી જીતી અને 2006 પછી પહેલી વાર (18 વર્ષે) શ્રીલંકનો ટેસ્ટ-ક્રિકેટમાં સર્વશ્રેષ્ઠ વર્ષ સેલિબ્રેટ કરી રહ્યા છે. કિવીઓ પર શ્રીલંકનોએ પહેલી વાર સિરીઝમાં સંપૂર્ણ પ્રભુત્વ મેળવ્યું.

શ્રેણીની બીજી અને આખરી ટેસ્ટમાં શ્રીલંકાએ પહેલો દાવ પાંચ વિકેટે 602 રનના સ્કોર પર ડિક્લેર કર્યો ત્યાર બાદ ન્યૂ ઝીલૅન્ડ પ્રથમ દાવમાં ફક્ત 88 રનમાં (શ્રીલંકા સામેના એના લોએસ્ટ સ્કોર પર) ઑલઆઉટ થઈ ગયા બાદ ફૉલો-ઑન મળતાં રવિવારે ચોથા દિવસે 360 રન પર આઉટ થઈ ગયું હતું અને શ્રીલંકાએ એક દાવ તથા 154 રનથી વિજય મેળવ્યો અને શ્રેણીમાં 2-0થી ક્લીન સ્વીપ કરી.

ન્યૂ ઝીલૅન્ડના બીજા દાવમાં ચાર બૅટરે હાફ સેન્ચુરી ફટકારી હતી, પરંતુ ઑફ-સ્પિનર નિશાન પેઇરિસ (170 રનમાં છ વિકેટ) અને સિરીઝના સુપરહીરો અને લેફ્ટ-આર્મ સ્પિનર પ્રભાત જયસૂર્યા (139 રનમાં ત્રણ વિકેટ)ના 34-34 ઓવર જેટલા એકધારા આક્રમણને કારણે એકેય બૅટર સેન્ચુરી સુધી નહોતો પહોંચી શક્યો.

ન્યૂ ઝીલૅન્ડના પ્રથમ દાવમાં જયસૂર્યાએ છ તથા પેઇરિસે ત્રણ વિકેટ લીધી હતી. બીજા દાવમાં પેઇરિસે છ અને જયસૂર્યાએ ત્રણ વિકેટ મેળવી હતી. આમ, બન્ને સ્પિનરના અટૅક સામે ટિમ સાઉધીની ટીમે ઘૂંટણિયા ટેકવ્યા હતા.

આ પણ વાંચો : આઇપીએલના ક્રિકેટરો પર બીસીસીઆઇની ધોધમાર ધનવર્ષા…

કામિન્દુ મેન્ડિસે પ્રથમ દાવમાં અણનમ 182 રન બનાવીને કરીઅરના પ્રથમ 1,000 રન સૌથી ઝડપે (સૌથી ઓછી ઇનિંગ્સમાં) બનાવવામાં સર ડૉન બ્રૅડમૅનના થર્ડ-ફાસ્ટેસ્ટ વિક્રમની બરાબરી કરી હતી. મેન્ડિસને મૅન ઑફ ધ મૅચનો તેમ જ બે મૅચની આખી શ્રેણીમાં કુલ 18 વિકેટ લેનાર પ્રભાત જયસૂર્યાને મૅન ઑફ ધ સિરીઝનો અવૉર્ડ આપવામાં આવ્યો હતો. જયસૂર્યાએ રવિવારે પૂરી થયેલી ટેસ્ટના પ્રથમ દાવમાં છ અને બીજા દાવમાં ત્રણ વિકેટ લીધી હતી.

શ્રીલંકા છેલ્લી સતત ત્રણ ટેસ્ટ જીત્યું હોવાથી ધનંજય ડિસિલ્વાના સુકાનમાં શ્રીલંકન ટીમે આવતા વર્ષે જૂનમાં લૉર્ડ્સમાં રમાનારી વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિયનશિપ (ડબ્લ્યૂટીસી)ની ફાઇનલ માટેની આશા જીવંત રાખી છે.

Show More

Related Articles

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ