સ્પોર્ટસ

India સામેની વન-ડે અને ટી ટવેન્ટી-20 સીરિઝ માટે શ્રી લંકાએ કરી કોચની જાહેરાત

કોલંબો: શ્રી લંકાના ભૂતપૂર્વ કેપ્ટન સનથ જયસૂર્યાને આ મહિનાના અંતમાં ભારત સામે ઘરઆંગણે રમાઇ રહેલી વન-ડે અને ટી-20 સીરિઝ અગાઉ ટીમના વચગાળાના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ભારતીય ટીમ 27 જુલાઇથી શરૂ થઇ રહેલી ત્રણ ટી-20 અને ત્રણ વન-ડે મેચની સીરિઝ માટે શ્રીલંકાનો પ્રવાસ કરશે.

આક્રમક ઓપનિંગ બેટિંગની સાથે સ્પિન બોલિંગ કરનાર 55 વર્ષીય ડાબોડી ખેલાડી જયસૂર્યા ઈંગ્લેન્ડના ક્રિસ સિલ્વરવુડનું સ્થાન લેશે. ટી-20 વર્લ્ડ કપમાં ટીમના ખરાબ પ્રદર્શન બાદ સિલ્વરવુડે રાજીનામું આપી દીધું હતું.

આ પણ વાંચો: વન-ડે અને ટેસ્ટમાં રોહિત જ કૅપ્ટન, જય શાહને હવે તેની પાસેથી આ બે મોટી ટ્રોફીની અપેક્ષા છે

વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં રમાયેલા આ વર્લ્ડ કપમાં ટીમ લીગ સ્ટેજથી આગળ વધી શકી નહોતી. મીડિયા રિપોર્ટ અનુસાર, જયસૂર્યા શ્રી લંકાના ઈંગ્લેન્ડના ટેસ્ટ પ્રવાસની જવાબદારી પણ સંભાળશે. જયસૂર્યા આ પહેલા ટીમના મુખ્ય પસંદગીકાર પણ રહી ચૂક્યા છે.

જયસૂર્યા ટી-20 વર્લ્ડ કપ દરમિયાન ટીમના સલાહકાર હતા. જયસૂર્યાએ 1991 અને 2007 વચ્ચે શ્રીલંકા માટે 110 ટેસ્ટમાં 6973 રન કર્યા હતા. દરમિયાન તેની એવરેજ 40.07 રહી છે અને તેણે 445 વન-ડેમાં 28 સદી અને 68 અડધી સદીની મદદથી 13,430 રન કર્યા છે અને ટેસ્ટમાં 98 તો વન-ડેમાં 323 વિકેટ ઝડપી હતી. તે 1996માં વિશ્વ કપ જીતનાર શ્રીલંકાની ટીમના મહત્વના સભ્ય હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ગણેશ ચતુર્થીની રાતે કરો આ ચમત્કારીક ઉપાય, બાપ્પા પૈસાથી ભરી દેશે તિજોરી… Classy દેખાવા માટે આ પણ છે જરૂરી આ કલાકારો રહી ચૂક્યા છે રિયલ લાઈફમાં ટીચર બુધ અને સૂર્યની યુતિથી સર્જાયો બુધાદિત્ય યોગ, જલસા કરશે આ રાશિના લોકો…