સ્પોર્ટસ

ઓસ્ટે્રલિયા વિરુદ્ધ વન-ડે અને ટી-20 સિરીઝ માટે ભારતીય મહિલા ટીમ જાહેર

ઈંગ્લેન્ડ અને ઑસ્ટે્રલિયા સામે ટેસ્ટ મેચમાં વિજય પછી ભારતીય ટીમનો ઉત્સાહ ચરમસીમાએ

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઓસ્ટે્રલિયા સામેની ત્રણ મેચની વન-ડે અને ત્રણ મેચની ટી-20 શ્રેણી માટે ભારતીય મહિલા ટીમની જાહેરાત કરી છે. વિકેટકીપર બેટ્સમેન રિચા ઘોષ અને ઝડપી બોલર રેણુકા ઠાકુર વન-ડે ટીમમાં પરત ફર્યા છે. વનડે 28 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી વાનખેડે સ્ટેડિયમમાં રમાશે, જ્યારે ટી-20 મેચ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં 5 થી 9 જાન્યુઆરી દરમિયાન રમાશે.
આ જુલાઈમાં બાંગ્લાદેશ સામેની ત્રણ મેચની વનડે શ્રેણી માટે રિચા ઘોષની પસંદગી કરવામાં આવી ન હતી. હવે પાંચ મહિના પછી તે વનડે ટીમમાં પાછી ફરી છે. રિચાને ઓસ્ટે્રલિયા સામે વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી એકમાત્ર ટેસ્ટમાં તેના શાનદાર પ્રદર્શનનું ઇનામ મળ્યું છે. ઝડપી બોલર રેણુકા સિંહ ઠાકુર અને તિતાસ સાધુ અને લેફ્ટ આર્મ સ્પિનર સાઇકા ઈશાકનો પણ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હાલમાં જ ઈંગ્લેન્ડ સામે ટી20માં શાનદાર પ્રદર્શન કરનાર શ્રેયાંકા પાટીલને પણ પહેલીવાર વનડે ટીમમાં સામેલ કરવામાં
આવી છે.
ટીમમાં મેઘના સિંહ, દેવિકા વૈદ્ય અને પ્રિયા પુનિયાનો સમાવેશ કરાયો હતો. ઈંગ્લેન્ડ સામેની અગાઉની શ્રેણીમાં ટી20 ઈન્ટરનેશનલ ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી
ઓસ્ટે્રલિયા વન-ડે અને ટી-20 ઇન્ટરનેશનલમાં વર્તમાન વિશ્વ ચેમ્પિયન છે અને તેને ઘરની ધરતી પર પણ હરાવવાનું સરળ રહેશે નહીં.
ઓસ્ટે્રલિયા સામેની વન-ડે સિરીઝ માટે ભારતીય મહિલા ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, શેફાલી વર્મા, દીપ્તિ શર્મા, યાસ્તિકા ભાટિયા (વિકેટકિપર), રિચા ઘોષ (વિકેટકિપર), અમનજોત કૌર, શ્રેયાંકા પાટિલ, મન્નત કશ્યપ, સાઇકા ઈશાક, રેણુકા સિંહ ઠાકુર, તિતાસ સાધુ, પૂજા વસ્ત્રાકર, સ્નેહ રાણા અને હરલીન દેઓલ.
ટી-20 સિરીઝ માટે ભારતીય મહિલા ટીમ
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), જેમિમાહ રોડ્રિગ્સ, શેફાલી વર્મા, દીપ્તિ
શર્મા, યાસ્તિકા ભાટિયા (વિકેટકિપર),
રિચા ઘોષ (વિકેટકિપર), અમનજોત કૌર, શ્રેયાંકા પાટિલ, મન્નત કશ્યપ, સાઇકા ઈશાક, રેણુકા સિંહ ઠાકુર, તિતાસ સાધુ, પૂજા વસ્ત્રાકર, કનિકા આહુજા, મિન્નૂ મણિ. ઉ

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…